ખાણીપીણીના શોખીન એવા સુરતીઓ મહદંશે લારીઓ ઉપર ખાતા વધુ જોવા મળે છે. ચોમાસા દરમિયાન લારી ઉપર વેચાતા ફૂડને કારણે પણ રોગચાળો ફેલાઇ શકે છે. તેવી દહેશત હંમેશા સેવાતી રહે છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. લારી ઉપર વેચાતા ખાદ્ય પદાર્થોમાં સ્વચ્છતા રહે તે માટે આરોગ્ય વિભાગના ફૂડ વિભાગની ટીમ વિવિધ વિસ્તારોમાં જઈને સ્વચ્છતા માટે જાગૃત કરી રહ્યા છે. લીલા અને સૂકા કચરા માટેની અલાયદી વ્યવસ્થા કરવા માટે પણ ફરી એકવાર એમને સમજવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારોની સેન્ટ્રલ ઝોનથી આ અભિયાનની શરૂઆત કરી છે. ફૂડ વિભાગની ટીમ સાથે એક વેક્સિનેશન માટેની ટીમ પણ સાથે જ રહે છે. જે લારી સંચાલક હોય તે પોતે ડોઝના લીધા હોય કે ત્યાં કામ કરનારા કોઈ વ્યક્તિને વેક્સિનનો ડોઝ ન લીધો હોય તેમને ત્યાં જ સ્થળ ઉપર રજિસ્ટર કરીને વેક્સિનનોનો ડોઝ આપી દેવામાં આવી રહ્યો છે. જેથી કરીને કોરોનાનો વ્યાપ વધી ન શકે.
આરોગ્ય વિભાગની ટીમ સાથે સુરતની જાણીતી હોટલના સેફ પણ રહે છે. જે લારી ઉપર વેચાણ કરતા લોકોને સ્વચ્છતા રાખવા માટે અને પોતાના ફૂલની ગુણવત્તા કેવી રીતે જાળવી તેનું પણ માર્ગદર્શન તેઓ આપી રહ્યા છે જે એક સારી બાબત છે. અનુભવી સેફ દ્વારા સ્વચ્છતા સાથે સારું ગુણવત્તાસભર નું ખાદ્યચીજો ગ્રાહકોને પીરસવામાં આવે તેમ જ આસપાસ પણ સ્વચ્છતા જાળવવા અંગે સૂચનો આપવામાં આવી છે.