સુરતમાં કોરોના વ્યાપક માત્રામાં ફેલાતો જાય છે. ત્યારે, સુરતની હોસ્પિટલની ઘણી લાપરવાહી પણ સામે આવી રહી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત એક રત્નકલાકારને જરૂરી સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના દ્વારા હોસ્પિટલની કોરોનાના દર્દીઓ માટેની લાપરવાહી લોક્કો સમક્ષ જાહેર થઇ હતી. પરંતુ, આજે આ રત્નકલાકારનું કોરોનાથી મોત થયું છે. આ દર્દીએ વિડીયોમાં કહી રહ્યો હતો કે, ‘કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’, દર્દીના આ શબ્દો આજે સાચા સાબિત થવાનો ઘાટ સર્જાયો છે. વિડીયોમાં આ વિશે જણાવ્યાના 4 દિવસ બાદ તેમનું દુઃખદ મૃત્યુ થયું છે.

કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીનું નામ હરસુખ ભીખાભાઈ વાધમસી હતું તેમની ઉમર 38 વર્ષીય હતી. તેઓ સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં રહે છે. તેઓ મૂળ અમરેલી બોરડીગામના વતની છે અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. હાલમાં તેમના પરિવારમાંથી તેમની પત્ની અને એક પુત્ર તેમજ પુત્રી વતનમાં છે.
આ પણ વાંચો : કોરોનાની નકલી દવાના ઈન્જેક્શન અને કાળાબજારીનો મામલો પહોંચ્યો PM મોદી પાસે, અમદાવાદીએ પત્ર લખી કરી રજુઆત
તેમનો રિપોર્ટ 17મીના રોજ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં તેમના ભાઈઓ તેમની મદદ કરતા હતા. તેમને થોડા દિવસ અગાઉ કોરોનાના દર્દીઓ સાથે સુરતની સરકારી હોસ્પિટલમાં ચાલી રહેલી લીલાયાવાડીનો વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોના મારફતે તેમને હોસ્પિટલમાં જરૂરી સુવિધા મળતી ન હોવાનો દાવો કર્યો હતો.
વિડીયોમાં જણાવી હતી હોસ્પિટલની આ ખામીઓ
આ રત્નકલાકારે વીડિયોમાં જણાવ્યું હતું કે, અહીં સ્થિતિ ખુબ જ ખરાબ છે. હોસ્પિટલમાં દર્દીઓની જરૂરી દેખરેખ રાખવામાં આવી રહી નથી. અહીં દર્દીના બેડને પણ સાફ નથી કરતા. તેમને પોતાનીતકલીફ અંગે જાણાવીએ તો આવીને માત્ર ઓક્સિજન વધારી ચાલી જાય છે. મેં મારા પરિવારજનોને ફોન કરીને રડતા રડતા પોતાની વ્યથા વ્યક્ત કરી છે. મારા પરિવારજનો હાલમાં વતન હોવાના કારણે અહીં સુરતમાં રહેતા ભાઈઓ જ મદદ કરે છે.
