સોમવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કરી હતી. એમાં કોઈ ખાસ વાત નથી, મંત્રી લોકો આવા મોટા લોકો સાથે મળતા રહે છે. ખસ છે ફોટોનું કેપ્શન. જેના કારણે તેમને થોડું ટ્રોલ થવું પડ્યું.
ફોટોમાં સ્મૃતિ ઈરાની અને બિલ ગેટ્સ એસ્કેલેટરમાં વાત કરતા ઉપર આવતા દેખાઈ રહ્યા છે, એના કેપ્શન માં સ્મૃતિ ઈરાનીએ લખ્યું છે કે, ભણતર પૂરું કર્યું નથી, આગળ શું કરીએ!

પોતાની ડિગ્રીને લઇ સ્મૃતિ ઈરાની ત્યાર થી જ ટ્રોલ્સના નિશાના પર છે, જયારે તેમણે વર્ષ 2014માં માનવ સંસાધન મંત્રી બનાવવામાં આવી હતી. બિલ ગેટ્સે પણ પોતાનું ભણતર અધઃ વચ્ચે છોડી દીધુ હતું અને આજે એમના નામની ગણતરી દુનિયાના સૌથી આમિર વ્યક્તિઓમાં કરવામાં આવે છે.

સ્મૃતિ ઈરાનીના આ ફોટો પર નિર્માતા એકતા કપૂરે પણ કમેન્ટમાં કરી અને એમને આઇકોનિક રોલ તુલસીની યાદ અપાવી। એમને લખ્યું, ‘બોસ! તુલસી કારણકે હજુ યાદ છે…પ્લીસ પરત કરો’
ટીવી સિરિયલ થી ઓળખ બનાવનાર સ્મૃતિ ઈરાની એ રાજનીતિ માં પણ મોટું સ્થાન મેળવ્યું છે અને મોટા મંત્રાલયોને પણ સંભળ્યા છે.
