ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય કાપડ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની શુક્રવારે ગુજરાતમાં એક કાર્યક્રમમાં એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. સ્મૃતિ ઈરાની ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ મૂર્તિ સ્થાપના મોહોત્સવમાં સ્મૃતિ ઈરાનીએ બાળકો સાથે તલવાર ડાન્સ રજૂ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ બંને હાથમાં તલવાર વડે કરતબો પણ બતાવી હતી. સ્મૃતિ ઈરાનીનો તલવાર સાથે ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ મૂર્તિ સ્થાપના મોહોત્સવમાં બાળકો પરંપરાગત કાર્યક્રમો રજૂ કરી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ‘તલવાર રાસ’ નામના પરંપરાગત નૃત્ય દરમિયાન ત્યાં હાજર બાળકો સાથે જોડાવાનો અનુરોધ કર્યો। ત્યાર પછી સ્મૃતિ ઈરાની સ્ટેજ પર પહોંચ્યા અને તેમણે તલવાર સાથે બાળકોને સાથ આપ્યો હતો. ‘તલવાર રાસ’ એ ગુજરાત અને રાજસ્થાનમાં લોકપ્રિય નૃત્ય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે સ્મૃતિ ઈરાની છોકરીઓ સાથે સ્ટેજ પર જોવા મળી રહ્યાં છે. ડાન્સ દરમિયાન સ્મૃતિ ઈરાની પણ સ્ટેજ પર છોકરીઓ જે રીતે સ્ટેપ કરે છે તેની નકલ કરવાની કોશીશ કરી રહ્યાં છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્મૃતિ ઈરાની પણ બંને હાથમાં તલવાર વડે કરતબો કરી રહ્યાં છે. કાર્યક્રમમાં પ્રદેશ BJP પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
