CAA અને NRC ને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. વિરોધ પક્ષ, લઘુમતી સંગઠનો, વિદ્યાર્થીઓ, સોશિયલ એકટીવિસ્ટ બધા જ મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કેરળ સરકારે CAA અને NRC વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પણ પસાર કરી દીધો છે અને હવે તમિલનાડુમાં પણ આવી જ માગ ઉઠાવવામાં આવી રહી છે.

આ દરમિયાન સીપીઆઇએમ નેતા પ્રકાશ કરાતે દાવો કર્યો છે કે CAA, NPR અને NRC એક-બીજાથી કનેક્ટેડ છે અને જો NPR ની વિરુદ્ધ કેરળ અને પશ્ચિમ બંગાળની માફક 10 અન્ય રાજ્ય પ્રસ્તાવ પાસ કરે છે તો ખતમ થઇ જશે.
ડી.કે. દુબે જેઓ સંવિધાનના વિશેષજ્ઞન છે તેમનું કહેવું છે કે, ‘નાગરિકતા, જનગણના અને જસંખ્યાથી જોડાયેલા મામલાઓને સંવિધાનમાં કેન્દ્રિય યાદી એટલે કે યૂનિયન લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. તેનો મતલબ છે કે આ મુદ્દાઓ પર કાયદો બનાવવાનો અધિકાર ફક્ત સંસદને છે. રાજ્ય સરકારને કેન્દ્રિય યાદીમાં સામેલ વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર નથી’.
વધુમાં તેઓ જણાવે છે, ‘રાજ્ય વિધાનસભાઓને ફક્ત રાજ્ય યાદીનાં વિષયો પર જ કાયદો બનાવવાનો અધિકાર છે, સંવિધાનની કલમ 245 અને 246માં પણ સંસદની કાયદો બનાવવાની શક્તિનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સંવિધાનની કલમ 11માં પણ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે નાગરિકતાને લઇને કાયદો બનાવવાનો અધિકાર ફક્ત ભારતીય સંસદને છે’. આગળ તેઓ કહે છે, “નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ને દેશની સંસદે પસાર કર્યો છે. આમાં કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા કોઈપણ પ્રકારની કોઈ રોક લગાવી શકે નહીં. સંવિધાનમાં સંસદમાંથી પસાર થયેલા આ કાયદા પર પ્રતિબંધ લગાવવાનો રાજ્ય વિધાનસભાઓને કોઈ અધિકાર નથી આપવામાં આવ્યો. જો કેરળ અથવા કોઈ અન્ય રાજ્ય નાગરિકતા સંશોધન અધિનિયમની વિરુદ્ધ કોઈ પ્રસ્તાવ લાવે છે તો તે ગૈરબંધારણીય છે”.
નાગરિકતા સંશોધન એક્ટમાં ફક્ત સંસદમાં પ્રસ્તાવ લાવીને જ કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવી શકાય છે. આ સાથે જ જો સુપ્રીમ કૉર્ટ નાગરિકતા સંશોધન કાયદાને ગૈરબંધારણીય જાહેર કરી દે તો પણ આ કાયદો ખત્મ થઈ શકે છે. સુપ્રીમ કૉર્ટ પણ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ ત્યારે ચુકાદો સંભળાવશે, જ્યારે તેને આ સંવિધાન અથવા મૌલિક અધિકારોની વિરુદ્ધનો કાયદો લાગશે. આ સિવાય નાગરિકતા સંશોધન કાયદાને ખત્મ કરવાનો અથવા તેમા પરિવર્તન લાવવાનો કોઈ રસ્તો નથી. રાજ્યોએ નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવો જ પડશે.
