લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલે આઝાદીની લડતમાં પણ મહત્વનો ફાળો આપ્યો. સરદાર પટેલ તેમના દઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે ઓળખાયા. જાણીયે સરદાર વલ્લભભાઈની રાજકીય માર્ગની શરૂઆત ક્યારથી થઇ.

સરદાર પટેલનો AMC નો સફર
સરદાર વલ્લભભાઈની રાજકીય માર્ગની શરૂઆત અમદાવાદથી થઇ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ બન્યા AMCમાં તેઓએ અનેક સેવાકીય કર્યો કર્યા.
અમદાવાદની જૂની AMC ઓફિસમાં હજુ પણ સ્મારકો સાચવવામાં આવ્યા છે. 2010 સુધી ત્યાં જ બેસીને નિર્ણયો લેવામાં આવતા હતા. સભા ખંડમાં સરદાર વલ્લભભાઈએ 4500 દિવસ વિતાવ્યા હતા એક કાઉન્સિલરથી શરૂ કરીને મ્યુનિસિપાલટીના પ્રમુખ પદ સુધી તેઓ એ સેવા આપી હતી. મહિલાઓ માટે અનામતની દરખાસ્ત મ્યુનિસિપાલિટીમાં સરદાર પટેલ લાવ્યા હતા. શહેરના રસ્તાઓ માટે સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા કરવા ભલામણ કરી.
તારીખ 9 ફેબ્રુઆરી 1924 ના રોજ મળેલી બોર્ડ મિટીંગમાં વલ્લભભાઇ પટેલ પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે પેટા ચૂંટણીમાં ફક્ત 1 મતથી તેમનો વિજય થયો. તેઓ 22 ઓક્ટોબર 1927 થી 13 એપ્રિલ 1928 સુધી પ્રમુખ પદે રહ્યા. સરદાર પટેલ લગભગ 3800 દિવસ કાઉન્સિલર અને 1555 દિવસ પ્રમુખ રહ્યા હતા.

સરદાર પટેલ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા
સરદાર પટેલે ગુજરાત પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે 26 વર્ષ સેવા આપી હતી. ગાંધીજી અને સરદાર દોરવણી આખા દેશને મળી હતી પરંતુ ગુજરાતને સરદાર પટેલનું વિશેષ નેતૃત્વ મળ્યુ હતું. દાંડી કૂંચ અને ખેડા સત્યાગ્રહ ગુજરાતમાં થયા સ્વરાજની લડતને સમગ્ર પ્રજાની લોકલડતનું અને નેશનલ મુવમેન્ટ રાષ્ટ્રીય આંદોલનનું સ્વરૂપ મળ્યુ હતું. જેમાં સૌથી મોટો ફાળો સરદાર વલ્લભભાઇ પટેલનો રહ્યો હતો. ગાંધીજીની સાથે રહીને સરદારે ગુજરાત કૉંગ્રેસ બનાવી હતી. સરદારે 1931માં કૉંગ્રેસ ભવન બંધાવીને ગુજરાત કૉંગ્રેસને આપ્યું હતું.