સિંગર ઐશ્વર્યા મજમુદારના ઘરમાં નાનપણથી જ સંગીતનો માહોલ રહ્યો છે. તેના ઘરમાં ઘણાએ સંગીત શીખ્યું છે. બધાને ગાતા જોઈ ગાવાની ઈચ્છા તેને પણ થઇ. ગાતા ગાતા ગાયન પ્રોફેશન બની ગયું. 3.5 વર્ષથી સંગીત શીખવાનું શરુ કર્યું, અને 4.5 વર્ષે ગુરુજી પાસે તાલીમ શરુ કરી હતી. છોટે ઉસ્તાદ જીત્યા બાદ મુંબઈમાં આવી મુંબઈમાં ગૌતમ મુખર્જી પાસે તાલીમ લીધી.
હવે એડવાન્સ ક્લાસિકલ શીખે છે. 6 વર્ષની ઉંમરે ટીવી શૉમાં ભાગ લીધો હતો તેમજ 10 વર્ષે સારેગામાપામાં ભાગ લીધો હતો. ભારતમાંથી ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું તેને સ્ટેજનો ડર ક્યારેય ન હતો. 14 વર્ષે છોટે ઉસ્તાદમાં ભાગ લીધો અને ત્યારબાદ તેનું જીવન બદલાઈ ગયુ ત્યારની સ્પર્ધા ખરા અર્થમાં રિયાલિટી વળી હતી.
એક રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે તેઓએ રિયાલિટી શૉથી ઘણું શીખ્યું છે અને તે એવું પણ માને છે કે રિયાલિટી શૉ આપણે ઘણું શીખવી જાય છે. ઐશ્વર્યાને શાસ્ત્રીય સંગીત ગમે છે. તેમજ તેને સ્ટેજ પર બોલિવૂડ ગાવું ગમે છે.

ઐશ્વર્યા કહે છે તેનો જન્મ ગાવા માટે જ થયો છે. સાથે જ તે માને છે એક કલાકારને ધીરજની ખુબ જરૂર છે. ‘મારા માતા-પિતાનો સહયોગ મને દર એક સમયમાં મળ્યો છે’

નવરાત્રી વિષે વાત કરતા કહે છે તેને ગરબા ખુબ જ ગમે છે, આ વર્ષે તે એક ગરબા શૉ પણ કરશે. ઐશ્વર્યાને અમદાવાદના ગરબા ખુબ જ ગમે છે. તે અંકલેશ્વરમાં પોતાની નવરાત્રી કરે છે. તેનું મનગમતું ગીત ‘નગાડે સંગ ઢોલ’ છે. સાથે તે ગીતોને ટવિસ્ટ કરી ગાય છે તેમજ મેશ અપ પણ બનાવે છે.

ઐશ્વર્યા લોકોને મજા કરાવવા અવનવા પ્રયાસ કરતી રહે છે. તેના કાર્યક્રમમાં પતિ-પત્નીની નોક ઝોક, રાધા-કૃષ્ણની વાત નવા જમાનાની રીતે, જુના-નવાનો સંગમ પણ જોવા મળે છે. ઐશ્વર્યા દરેકને ગુજરાતી ભાષાને માન આપવાનો સંદેશ આપે છે. તેને ‘ગુજરાત ગૌરવંતા’ એવોર્ડ પણ મળ્યો છે સાથે કેનેડામાં જે તેને ‘ધ મોસ્ટ ડિઝર્વિંગ ડોટર્સ ઓફ ગુજરાત’ નો એવોર્ડ મળ્યો તેના માટે તે ગર્વ અનુભવે છે.

ઐશ્વર્યા દેશ અને વિદેશમાં પર્ફોર્મ કરે છે. તેમજ કન્નડ, અંગ્રેજી અને સ્પેનીશમાં પણ ગાય છે. પ્રિયંકા ચોપરા ઐશ્વર્યાનું આદર્શ છે. તેને પ્રયંકાની જેમ દરેક ક્ષેત્રમાં કઈ કરવું છે. ઐશ્વર્યા ઈચ્છે છે કે લોકો તેની ઇમેજને ઓળખે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.