કોરોના વાયરસનો કહેર દેશમાં જારી જ છે. અત્યાર સુધીમાં કોરોના કેસોની સંખ્યા 10 હજાર પાર પહોંચી ગઈ છે. તેમજ 300 થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે સૌથી વધુ આ વાયરસનો ખતરો સિનિયર સીટીઝન એટલે વૃદ્ધોને વધુ છે. ત્યારે કેન્દ્ર સરકાર અને અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન (AIIMS) તરફથી તેઓ માંથી ખાસ ધ્યાન રાખવાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
દેશમાં 16 કરોડ સિનિયર સીટીઝન છે.
એડ્વાઇઝરીમાં જણાવ્યા મુજબ દેશમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 16 કરોડ સિનિયર સીટીઝન છે જેમાંથી 60-69 વર્ષના 8.8 કરોડ અને 70-79 વર્ષ વચ્ચેના 6.4 કરોડ સિનિયર સીટીઝન છે.
સિનિયર સિટિઝનોએ ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો
- ઘરની બહાર નીકળવું અને લોકોને મળવાનું ટાળો, જો મળવું જરૂરી હોઈ તો એક મીટરનું અંતર જાણવો,સાથે જ નાક-મોં ઢાંકીને રાખો.
- ભોજન લેતા પહેલા તેમજ વોશરૂમનો ઉપયોગ કર્યા પછી ઓછામાં ઓછા 20 સેકેંડ સુધી હાથને સાબુથી ચોક્કસ સાફ કરો.
- ઇમ્યૂનિટી તેમજ સ્વાસ્થ્ય સારું રાખવા ઘરે યોગ અને વ્યાયામ કરતા રહો સાથે ઘરે બનાવવું પૌષ્ટિક ભોજન લો અને તાજા જ્યૂસ પીઓ.
- જેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા હોય તો એવા લોકોના સંપર્કમાં ન આવો
- આંખ, નાક કે ચહેરને સ્પર્શ ન કરવું.
- નિયમિત ચેકઅપ માટે હૉસ્પિટલ જવાથી બચવું. પોતાના ડૉક્ટર સાથે ફોનના માધ્યમથી સંપર્કમાં રહો, ડૉક્ટરની સલાહ વગર કોઈ દવા ન લો.
આ પણ વાંચો : રાજ્યમાં પહેલા દર્દીથી કેવી રીતે ફેલાયું કોરોનાનું વિષચક્ર
