રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પ્લાઝમાના થેરાપી ઘણી લાભદાયક સાબિત થઇ રહી છે. જેથી સરકાર કોરોનાને મહાત આપેલા દર્દીઓને 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કારની અપીલ કરી રહી છે. જેથી વધુ લોકોને આ થેરાપી દ્વારા સ્વસ્થ કરી શકાય. પ્લાઝમાના ડોનેશન માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. સુરતના 51 વર્ષીય શ્રીધરભાઈ કોન્ટ્રાક્ટરે ત્રણ વખત પ્લાઝમાનું ડોનેશન કરીને સામાજિક ઉતરદાયિત્વ નિભાવ્યું છે. તેમણે 25 વખત રક્તદાન અને 150થી વધુ વખત સિંગલ ડોનર પ્લેટલેટ્સ(એસડીપી)નું દાન કર્યું છે.

શ્રીધરભાઇ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહે છે. તેઓ વ્યવસાયે શિક્ષક છે. તેમણે જણાવ્યું કે, ‘‘2001માં કોલેજકાળમાં યોજાયેલા કેમ્પમાં રકતદાન કર્યું હતું. 2005માં પિતાને કાર્ડિયાક એટેક આવ્યો અને તે સમયે 8 યુનિટ રક્ત મેળવવા ખુબ મુશ્કેલીઓ પડી. જેમાંથી પ્રેરણા લઇ અન્ય દર્દીને બ્લડની મુશ્કેલી ન સર્જાય તે માટે હું નિયમિત રકતદાન કરૂ છું’’. બ્લડ કેન્સર કે ડેન્ગ્યું જેવી બીમારીમાં શ્વેતકણો ઘટી જતા હોવાથી સિંગલ ડોનર પ્લેટલેટ્સની ઘણી જરૂરિયાત રહે છે. જેથી મેં 158 વખત સિંગલ ડોનર પ્લેટલેટ(SDP) ડોનેટ કર્યા છે.
આ પણ વાંચો : બાબરી ધ્વંશ ચુકાદો : જાણો શું થયું હતું 6 ડિસેમ્બર 1992ના રોજ
મારામાં કોરોના વાયરસની અસર ફક્ત 2% હતી જેથી ઝડપથી રિકવર થઇ પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો. ઓગસ્ટમાં પહેલી વખત પ્લાઝમા ડોનેટ કર્યું. ત્યારબાદ બે વખત એમ કુલ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે.
