હાલમાં જ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ 21 ઑક્ટોબરના રોજ યોજાનાર પેટા ચુંટણી અંગે નિવેદન આપ્યું છે. આ નિવેદન તેમણે વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત અનેક વર્ષોથી ભાજપનો ગઢ રહેલી અમરાઈવાડી વિધાનસભાની બેઠક પરથી ચુંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલનમાં આપ્યું હતું.

વિજય વિશ્વાસ સંમેલનમાં તેમણે વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ‘પેટા ચુંટણીમાં તમામ છ બેઠકો પર જનતાનો આશીર્વાદ ભાજપ સાથે હોવાથી કમલ ખીલવું નિશ્ચિત છે.’
એમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 1995 પહેલા પાણી, ગટર, રોડ, શિક્ષણ, આરોગ્ય, વીજળી ક્ષેત્રે કોઈપણ પ્રકારની માળખાકીય સુવિધા ન હતી. પ્રજા આ અવ્યવસ્થાથી ત્રસ્ત હતી અને કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં મસ્ત હતી. લતીફ સહિત અનેક લુખ્ખા તત્વો બેફામ રીતે અરાજકતા ફેલાવતા હતા. પણ આજે ગુજરાતમાં ભાજપના સુશાસનના પરિણામે જશાંતિ અને સૌહાર્દનું વાતાવરણ સાથે માળખાકીય સુવિધાઓ મળે છે. આ તમામ કાર્યો જનતાએ ભાજપ પર મૂકેલા વિશ્વાસને કારણે જ શક્ય બની છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.