વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નર્મદા કિનારે બનાવવામાં આવી છે. સરદાર વલ્લભભાઇની પ્રતિમા- સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ વધુ પ્રવાસીઓ આવી રહ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને નિહાળવા માટે દૈનિક સરેરાશ 10 હજાર પ્રવાસીઓ આવે છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે સરેરાશ 15 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. આ વર્ષે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં 74 ટકાનો વધારો થયો છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે પ્રવાસીઓ અહીં અન્ય પ્રોજેક્ટ્સની પણ મઝા માંણી શકે છે. હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક,કેકટસ ગાર્ડન, વિશ્વ વન, બટરફ્લાય ગાર્ડન, એકતા મોલ, એક્તા ઓડીટોરીયમ, બોટિંગ, ડાયનાસોર, ખલવાણી ઇકો ટુરિઝમ, ગ્લો ગાર્ડન પાર્ક જેવા નવાં આકર્ષણોનો ઉમેરો કરવામાં આવેલ છે. આ આકર્ષણોને કારણે પ્રવાસીઓ અહીં વધારે પ્રમાણમાં આવી રહ્યાં છે

શનિ-રવિવારે અહીં 22,430 પ્રવાસીઓ નોંધાયા છે. આ સાથે અહીં પ્રવાસીઓના બજેટ પ્રમાણે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નવેમ્બરથી ઓક્ટોબર એમ બે મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં 74 ટકાનો વધારો નોંધાયો છે.
મહત્વની બાબત એ છે કે, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને પ્રથમ વર્ષે 8653 પ્રવાસીઓ જોવા માટે આવ્યાં હતાં. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે 15,036 પ્રવાસીઓ આવ્યાં હતાં. અત્યાર સુધીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 30,90,723 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ છે, એ પણ એક રેકોર્ડ છે. લાર્સન એન્ડ ટુર્બો કંપનીનો દાવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલનાં સન્માનમાં બનેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા ચીનમાં આવેલી બુદ્ધિની પ્રતિમા કરતાં પણ ઊંચી છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ SOU ની ઊંચાઈ બમણી છે. કંપનીના જણાવ્યાનુસાર ચીનના સ્પ્રિંગ ટેમ્પલમાં બુદ્ધની પ્રતિમા બનતા 11 વર્ષ લાગ્યા હતા. એલએન્ડટીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ મૂર્તિનું નિર્માણ 2,989 કરોડના ખર્ચે તૈયાર થઈ છે.
