આજે દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડનારી Reliance ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણીનો આજે બર્થડે છે. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932ના હીરાચંદ અંબાણીને ત્યાં ધીરજલાલે એટલે કે ધીરુભાઈ. આજે તેમના દ્વારા ઉભો કરવામાં આવેલો બિઝનેસ તેમના બન્ને પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સંભાળી રહ્યા છે.
ઘણા ઓછા જ લોકો જાણે છે ધીરુભાઈના સંઘર્ષની કહાની, ત્યારે શું થયું કે આજે હજારો કરોડોની સંપત્તિ ઉભી કરનાર જમીનથી જોડાયેલા ધીરુભાઈ અંબાણીના સંઘર્ષની વાત સૌ કોઇને પ્રેરણા આપે છે. ઘણાં ઓછા લોકો જાણતાં પણ ન હશે ધીરુભાઈને સમર્થ બનાવવાનો શ્રેય કોને જાય છે? આજે અમે તમને તેના વિષે જણાવીશું.
ધીરુભાઈનું પરિવાર
ભારતના સૌથી શ્રીમંત કુટુંબના વડા રહેલા ધીરજલાલ હીરાલાલ અંબાણી ઉર્ફે ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર, 1932ના રોજ ગુજરાતના જુનાગઢના ચોરવાડમાં થયો હતો. ધીરુભાઈના પિતા હીરાચંદ ગોરધનભાઈ અંબાણી એક શિક્ષક હતા. માતા જમનાબેન એક સામાન્ય ગૃહિણી હતી. ધીરુભાઈ ચાર ભાઈ-બહેન હતા. જેના નામ રમણીકભાઈ, ધીરુભાઈ, નાથુભાઈ, ત્રીલોચનાબેન અને જસુમતીબેન હતા.
આર્થિક તંગીને કારણે અભ્યાસ છોડ્યો
ધીરુભાઈના પિતા માટે તેમના મોટા કુટુંબનું ભરણપોષણ કરવું ઘણું મુશ્કેલ બની રહ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને ધીરુભાઈને ધો-10 પછી અભ્યાસ છોડાવીને પિતાની મદદ કરવા માટે ફળ અને નાસ્તો વેચવાનું કામ શરુ કર્યું, પરંતુ આ ધંધામાં કોઈ ખાસ ફાયદો ન હતો. ત્યાર પછી ધીરુભાઈએ ગામની નજીક આવેલા પર્યટન સ્થળ ગીરનારમાં પકોડા વેચવાનું કામ શરુ કરી દીધું. આ કામ સંપૂર્ણ રીતે આવનારા પર્યટકો ઉપર આધારિત હતું, અને થોડો સમય તો સારું ચાલતું હતું, પરંતુ બાકીના સમયમાં તેમાં ખાસ લાભ ન હતો. ધીરુભાઈએ તે કામને પણ થોડા સમય પછી બંધ કરી દીધું.

યમનમાં કામની શોધ
ધીરુભાઈના મોટાભાઈ રમણીકભાઈ યમનમાં નોકરી કરવા લાગ્યા હતા. તેની મદદથી ધીરુભાઈને 1949માં 17 વર્ષની ઉંમરમાં યમન જવાની તક મળી. ત્યાં તેમણે શેલ કંપનીના પેટ્રોલ પંપ ઉપર રૂ. 300 માસિક પગાર તરીકે નોકરીની શરુઆત કરી અને લગભગ બે વર્ષમાં તે મેનેજરના હોદ્દા સુધી પહોંચી ગયા. ત્યારે જ ધીરુભાઈએ કોકિલાબેન સાથે વર્ષ 1955માં લગ્ન કર્યા. એડનમાં જ ધીરુભાઈના મોટા દીકરા મુકેશ અંબાણીનો જન્મ થયો હતો.
યમનમાં તેમણે લગભગ 6 વર્ષ સુધી કમાણી કરી. પરંતુ, થોડા જ સમયમાં યમનમાં આઝાદી માટે લડાઈ શરુ થઇ ગઈ, તે મુશ્કેલીને કારણે ધીરુભાઈ સહિત ઘણા બધા ભારતીયોને યમન છોડવું પડ્યું, પરંતુ ત્યાં સુધી ધીરુભાઈ પાસે બિઝનેસ શરુ કરવા માટે ઘણા ઓછા પૈસા બચ્યા હતા અને પણ પોતાનું મન બનાવી દીધું હતું.

કાકાના દીકરા ભાઈ સાથે શરુ કર્યો વેપાર
નોકરી છૂટી ગયા પછી તેમણે બિઝનેસ કરવાનો નિર્ણય લીધો, પરંતુ બિઝનેસ શરુ કરવા માટે પૈસાની જરૂર હતી. ધીરુભાઈ પાસે રોકાણ માટે એટલા પૈસા ન હતા, જેટલાની જરૂર હતી. તેના માટે તેમણે પોતાના કાકાના દીકરા ભાઈ ચંપકલાલ દમાની (જે તેમની સાથે જ એડનો(યમન) માં રહેતા હતા) સાથે મળીને મસાલા અને ખાંડના વેપારની શરુઆત કરી. અહીં રિલાયન્સ કમર્શીયલ કોર્પોરેશનનો પાયો નાખ્યો. રિલાયન્સે સૂતરના ધંધામાં પ્રવેશ કર્યો.
ધીરુભાઈને વેપારમાં સફળતા મળી ગઈ. વહેલી તકે જ તે મુંબઈ સુતર વેપારી સંઘના કર્તા-હર્તા બની ગયા. તે બિઝનેસ જોખમોથી ભરેલો હતો અને ચંપકલાલને જોખમ પસંદ ન હતું એટલા માટે વર્ષ 1965માં બંનેએ અલગ રસ્તા પસંદ કરી લીધા. તેનાથી રિલાયન્સ ઉપર કોઈ ખાસ ફરક ન પડ્યો અને 1966માં રિલાયન્સ ટેક્સટાઈલ્સનો ઉદય થયો.
‘વિમલ’ ના નામે બનાવી બ્રાંડ
રિલાયન્સે વર્ષ 1970માં અમદાવાદના નરોડામાં ટેક્સટાઈલ્સ મિલની સ્થાપના કરી. મોટા ભાઈ રમણીકભાઈના દીકરા ‘વિમલ’ ના નામની બ્રાંડિંગ એ રીતે કરવામાં આવી કે થોડા સમયમાં જ તે ઘરે ઘરે ઓળખાવા લાગ્યા અને ‘વિમલ’નું કાપડ એક મોટી બ્રાંડ બની ગયું. ત્યાર પછી તેમણે ક્યારે પણ પાછું વળીને ન જોયું અને રિલાયન્સ કપડા સાથે જ પેટ્રોલીયમ અને દુરસંચાર જેવી કંપનીઓ સાથે ભારતની સૌથી મોટી કંપની બની ગઈ.
10 કલાક જ કામ કરવું
પોતાની ઓફિસ માટે ધીરૂભાઇએ 350 વર્ગ ફૂટનો રૂમ, એક ટેબલ, ત્રણ ખુરશી, બે સહયોગી અને એક ટેલિફોન સાથે કરી હતી. તે વિશ્વના સૌથી સફળ લોકોમાંથી એક ધીરૂભાઇ અંબાણીનું રોજનું કામ હતું. તે ક્યારેય 10 કલાકથી વધુ કામ કરતા નહતા. ધીરૂભાઇ અંબાણી કહેતા હતા, જે પણ એમ કહે છે કે તે 12થી 16 કલાક કામ કરે છે, તે જૂઠો છે અથવા કામ કરવામાં ઘણો ધીમો છે.
કરલો દુનિયા મુઠ્ઠી મેં
2002માં ભારતમાં ટેલિકોમ ક્ષેત્રની સ્થિતિ જોઇએ એટલી સારી ન હતી. ત્યારે રિલાયન્સ ટેલિકોમ ક્ષેત્રમાં પગ રાખ્યો અને માત્ર રૂ. 600માં દેશનો સૌથી સસ્તો ફોન બજારમાં મુક્યો અને સાથે જ કોલનો દર 15 પૈસા પ્રતિ મિનિટ રાખ્યો. જ્યાંથી તેમણે દેશની ટેલિકોમ ક્ષેત્ર નવી જ દિશાની શરૂઆત કરી. જેની સાથે જ તેમની કંપનીએ કરલો દુનિયા મુઠ્ઠી મેં સ્લોગન આપ્યું અને તેને ભારતમાં જીત પણ મેળવી.
સતત વધતા બિઝનેસ વચ્ચે તેમનું આરોગ્ય બગડ્યું અને 6 જુલાઈ 2002ના રોજ તેમનું મૃત્યુ થઇ ગયું. તે સમય સુધી ધીરુભાઈ પાસે કરોડોની સંપત્તિ થઇ ગઈ હતી. હવે તેમનો બિજનેસ તેમના મોટા દીકરા મુકેશ અને અનિલે આગળ વધારી રહ્યા છે.