જ્યારે-જ્યારે કારગિલની વાત આવે છે ત્યારે-ત્યારે પાકિસ્તાનની થયેલી હારનો વિષય સામે આવે છે. પાકિસ્તાનને કારગિલની ટોચ પરથી ખસેડવામાં આવ્યા હતા. વિજયરૂપે ભારતમાં દર વર્ષે 26 જુલાઈએ વિજય દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે પાકિસ્તાનમાં કારગિલ ગેંગ ઓફ ફોરની ભયાનક ભૂલોને પણ યાદ કરવામાં આવે છે.
લગભગ આ જ કારણ છે કે, કારગિલના યુદ્ધની પ્લાનિગ કરનારા ટોચના ચાર અધિકારીઓને પાકિસ્તાનમાં ગેંગ ઓફ ફોર ડર્ટી ફોર પણ કહેવામાં આવે છે. કારગિલ જમ્મુ-કાશ્મીર ના LoCથી 10 કિમી અંદર ભારતીય સીમામાં સ્થિત છે. વર્ષ 1999 માં પાકિસ્તાની ઘુસણખોરોએ છેતરપિંડીથી કારગિલના પર્વતો પર કબ્જો કરી લીધો હતો.
જુઓ : વડાપ્રધાન મોદીનો વિજય દિવસ પર ખાસ સંદેશ
વર્ષ 1999 ના મે થી જુલાઈ સુધી ભારતીય સેનાએ ઓપરેશન વિજય ચલાવીને માત્ર ઘુસણખોરોને ત્યાંથી ભાગવા પર મજબૂર કરી દીધું, પરંતુ આખા વિશ્વમાં પાકિસ્તાનનો ખરો ચહેરો બતાવી દીધો. ભારતીય સેનાએ પાકિસ્તાનના 700 થી 1200 સૈનિકોને મારી નાખ્યા. કેમ કે, પાકિસ્તાની ઘુસણખોરોએ કારગીલના પર્વતો પર કબ્જો કર્યો હતો. આ કારણે ભારતના પણ 527 જેટલા સૈનિકો શહીદ થયા.
ભારતે માત્ર એલઓસી પર જ પાકિસ્તાનને માત આપી, સમુદ્રમાં પણ પાકિસ્તાનની નાકાબંધી કરી હતી. તેનાથી એમનો સમુદ્ર વ્યાપારને અસર થઇ અને પછી પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાને સ્વીકાર કર્યો કે, જો ભારત સાથે યુદ્ધ હજુ વધુ દિવસ સુધી ચાલુ રહ્યું હોત તો તેમની પાસે માત્ર છ દિવસનું જ તેલ બચ્યું હતું.
એટલે કે, પાકિસ્તાનના લડાકુ વિમાનો ઇંધણના અભાવે જયાં ઉભા હતા. ત્યાં જ ઠંભી જતા અને દેશની અર્થવ્યવસ્થાનો પણ નાસભાગ થઇ જતો. આ બધું ગેંગ ઓફ ફોરના કારણે થતું.
કોણ હતાં એ પાકિસ્તાનના ‘ડર્ટી ફોર’
જનરલ પરવેઝ મુશર્રફ, જનરલ અજીઝ , જનરલ મહમૂદ અને બ્રિગેડયર જાવેદ હસન આ જ ચાર વ્યક્તિ હતા. જેમણે કારગિલનો પૂર્ણ પ્લાન બનાવ્યો હતો. જનરલ પરવેઝ મુશર્રફ એ સમયે પાકિસ્તાની સેનાધ્યક્ષ હતા, જે પહેલા કમાન્ડો હતા. જનરલ અજીઝ ચીફ ઓફ જનરલ સ્ટાફ હતા. એ ISI માં પણ હતા અને એ સમયે એમને જવાબદારી કાશ્મીરની હતી.
અહીં તેમનું કામ જેહાદના નામ પાર આતંકવાદીઓને ભારતીય સીમામાં મોકલીને કાશ્મીરમાં અશાંતી ફેલાવવાનો હતો. જનરલ મહમૂદ 10th કોરના કોર કમાંડર હતા અને બ્રિગેડિયર જાવેદ હસન ફોર્સ કમાંડર નોર્ડર્ન ઇફ્રેટિ ના ઇન્ચાર્જ હતા. આના પહેલા એ અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત પણ હતા.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.