કેન્દ્ર સરકારના મોટર વાહન વ્હીકલ એક્ટનો ગુજરાત રાજ્યમાં આજથી અમલ શરૂ થઇ જશે. કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ જ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો કે હજુ સુધી ઘણા બધા લોકો મૂંઝવણમાં છે કે આખરે કેટલો દંડ ભરવો પડશે.
નિયમનું ઉલ્લંઘન થતા કેટલો દંડ ભરવો પડશે?
નવા નિયમ પ્રમાણે હેલ્મેટ ન પહેર્યું હોય અથવા તો ફોર વ્હીલર ચલાવતા સમયે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે.
ટૂ વ્હિલર પર ત્રિપલ સવારી હોય તો 100 રૂપિયા દંડ કરવામાં આવશે.
ભયજનક રીતે વાહન ચલાવતા થ્રી વ્હિલરને 1500, એલ.એમ.વીને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.