CBSEએ તેની સાથે સંલગ્ન ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક દસ્તાવેજો ડિજિટલ પદ્ધતિથી મેળવી શકે, તેવી ખાસ પ્રણાલી અમલમાં મુકી છે.

આ પ્રણાલીમાં સંબંધિત વિદ્યાર્થીના ફેસિઅલ રેકગ્નીશન સિસ્ટમ એટલે કે, ચહેરાની ડિઝિટલ પદ્ધતિના ફિચર કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ કોમ્પ્યુટર સીબીએસઈના પ્રવેશ પત્ર ઉપર લગાવવામાં આવેલા વિદ્યાર્થીના ફોટો સાથે ડિઝિટલ ફિચરને મેળવે છે અને ત્યાર પછી જ જે-તે વિદ્યાર્થીને પ્રમાણપત્ર ઈ-મેલ કરવામાં આવે છે.
આ પ્રણાલી ડિજિલોકર ડોટ જીઓવી ડોટ ઈન/સીબીએસઈ ડોટ સર્ટીફિકેટ ઉપર ઉપલબ્ધ છે. સીબીએસઈએ તેના વિદ્યાર્થીઓના 12 કરોડ જેટલા ડિજિટલ શૈક્ષણિક દસ્તાવેજો ડિજિલોકરમાં મુક્યા છે.
આ પણ વાંચો : સ્કૂલમાં રૂબરૂ ભણવુ કે ઓનલાઈન?
નવી પદ્ધતિ જે વિદ્યાર્થીઓ આધારકાર્ડ અથવા મોબાઈલ નંબરમાં ભુલ થવાથી પોતાના ડિજિલોકરનો ઉપયોગ કરી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને ચહેરાના ઓળખ દ્વારા ઉપયોગ કરી શકાય તેવી પ્રણાલી મદદરૂપ બની શકે છે.