કોરોના વાયરસનો કહેર દુનિયા ભરમાં છે. ત્યારે જ્યાં જોઈએ ત્યાં બધે જ કોરોના વાયરસની ચર્ચા થઇ રહી છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે કોરોના વાયરસથી સંક્રમિત તો નથી પરંતુ તેઓ નસ્લભેદી ટિપ્પણીના કારણે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક નોર્થ ઇસ્ટના વિદ્યાર્થીઓએ પોતાનો દર્દ વ્યક્ત કર્યો કે જેઓ પોતાના લુકના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે કેટલાક લોકો તેમને ચિક્કી, નેપાળી અને ચીની પછી હવે કોરોના વાયરસ કહેવા લાગ્યા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે એવું ન કહો.

એક વિડીયો શુક્રવારે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડીયો શેર કરતા લખ્યું હતું કે અમને કોરોના, ચિક્કી, ચાઈનીઝ કહેવાનું બંધ કરો…નોર્થ ઇસ્ટ સ્ટુડેંટ્સ ઓફ પંજાબ। વિડીઓમાં તેઓ કહે છે કે અમે પંજાબના ચુન્ની કલા ગામમાં રહીએ રહીએ છીએ, અહીં નોર્થ ઇસ્ટના જે પણ સ્ટુડેંટ્સ છે તેને લોકો કોરોના કહી બોલાવે છે. અમને નસ્લભેદી ટિપ્પણીથી ચીઢવવામાં આવે છે અમે દેખાવમાં અલગ છે પરંતુ અમે ભારતીયો છે. કોરોના ચીનથી ફેલાયો છે પરંતુ અમે ચાઈનીઝ નથી.

એક વિદ્યાર્થીએ કહ્યું, ‘હાલમાં જે ચાલુ રહ્યું છે કોરોના વાયરસ એનો અમારા પર ઘણો ઈમ્પૅક્ટ પડી રહ્યો છે અમને અલગ અલગ નામથી બોલાવાયા છે હવે તો કોરોના વાયરસ થઇ ગયું. અમે અપીલ કરીએ છીએ કે એવું ન કરો આ પ્રકારની ટિપ્પણી અમને ડિમોરલાઈઝ કરે છે. અમે ચીની નથી ભારતની વિવિધ સંકૃતિને ઓળખો.
આ પણ વાંચો : કોરોના વાયરસની સમગ્ર દુનિયામાં શું સ્થિતિ છે તે LIVE તમે જાતે જ જોઇ શક્શો બસ એક ક્લિક પર
