ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ બીજા દેશોની સરખામણીમાં ઘણું ઓછું છે. જે એક ભારત માટે સારી વાત છે ત્યારે ન્યુયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના અભ્યાસ મુજબ BCG( બેસિલસ કોમેટ ગુએરિન)નું રસીકરણ કોરોના વાઇરસ સામે લડવા કારગર બની શકે છે. જે ભારત માટે ખૂબ જ સારી બાબત છે. કારણ કે ભારતમાં બાળક જન્મતાની સાથે BCGની રસી આપવામાં આવે છે.
કોવિડ -19 ના કારણે મોત ઓછા કરવામાં મદદરૂપ થશે

1962થી રાષ્ટ્રીય ટીબી પ્રોગ્રામની શરૂઆત થઇ હતી. હેલ્થ સાયન્ટીસ્ટ સર્વરમાં પ્રકાશિત અભ્યાસમાં કરવામાં આવેલ દાવા મુજબ, BCG રસીકરણને કારણે કોવિડ -19 ના કારણે મોત ઓછા કરવામાં મદદરૂપ થશે. જે દેશા BCGનું રસીકરણ કરવામાં આવે છે ત્યાં મોતની સંખ્યા ઓછી થઈ છે.
ભારતમાં મળેલા વાઇરસ વધારે ઘાતક સાબિત નહિ થાય

સંશોધકોનું માનવું છે, કે ભારતમાં મળેલા વાઇરસ સિંગલ સ્પાઈક અને ઈટલી, અમેરિકા, સ્પેન, ચીનમાં મળેલા વાઇરસમાં ત્રીપલ સ્પાઈક છે. આ બે વચ્ચેના સ્ટેનનું અંતર ઘણું મોટું છે. ત્રીપલ સ્પાઇક વાઇરસ કોસિકાઓને મજબૂતીથી પકડી રાખે છે. જ્યારે સિંગલ સ્પાઈક કશિકાઓ એટલી ઝડપથી નથી પકડી શકતા. જેથી ભારતમાં મળેલા વાઇરસ વધારે ઘાતક સાબિત નહિ થાય. એનાથી એ પણ ના માની લેવું કે ભારત આ વાઇરસના સંક્રમણથી બચી શકશે. ભારતમાં કુપોષણની મોટી સમસ્યા છે. વસ્તીનો મોટા ભાગનો હિસ્સો ડાયાબિટીસ, હાઈપરટેન્શન, કિડનીની બિમારીઓથી હેરાન છે. એવામાં લોકોને સંક્રમણનો ભય વધારે રહે છે
શ્વાસને લગતી બિમારીઓ અટકાવવા રસીકરણ શરુ કરાયું હતું

વિશ્વમાં સૌથી પહેલી વખત 1920માં ટીબી અટકાવવા માટે BCGની રસી લગાવવામાં આવી હતી જે શ્વાસથી જોડાયેલી બિમારીઓને રોકવામાં પણ અસરકારક સાબિત થઈ છે. બ્રાઝીલમાં 1920થી તો જાપાનમાં 1940થી આ રસીનો ઉપયોગ કરાય છે.
આ પણ વાંચો : શું છે તબલીગી જમાત, જેના કારણે, ગત બે દિવસથી કોરોનાના કેસ વધ્યા છે…
