ગુજરાતમાં કોરોના મહામારી(Corona Pandemic) વચ્ચે સી.આર. પાટીલે(C.R. Patil) ભાજપના નવા પ્રદેશ પ્રમુખ(BJP State president) તરીકે કાર્યભાર સંભાળ્યો. ત્યારે પછી હવે ખેડૂત સમાજના પ્રમુખ અને રાજ્યની સૌથી જૂની ડેરીઓમાંની એક ડેરી સુમુલ ડેરી(Sumul dairy)ના ડિરેકટર જયેશ પટેલ(Jayesh Patel) ભાજપમાં જોડાયાં છે. જયેશ પટેલ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પણ પ્રમુખ છે.
ડેરીની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા
કાર્યાલય કમલક ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જયેશ પટેલનું વિધિવત ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું. કાર્યક્રમ દરમિયાન સી.આર.પાટીલે કહ્યું કે સુમુલ ડેરીનું દક્ષિણ ગુજરાતમાં મોટુ નામ છે. કાર્યક્રમમાં ગણપત વસાવા, ઈશ્વર પરમાર, મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પણ ઉપસ્થતિ રહ્યા.
જયેશ ભાઈ સુમુલ ડેરીમાં ચૂંટણીઓ પહેલા ભાજપમાં જોડાયા છે. જયેશભાઈ છેલ્લા 20 વર્ષથી સુમુલ ડેરીની ચૂંટણીમાં ચૂંટાતા આવ્યા છે. આ સાથે જયેશ પટેલે કહ્યું કે 25 વર્ષથી ખેડૂતો માટે કામ કર્યુ છે. હું પરિવારમાં જોડાયો છું. સુમુલ ડેરીની સ્થાપના 1951માં કરવામાં આવી હતી. આદિવાસીઓના જીવનધોરણ બદલવામાં સૌથી મોટો ફાળો સુમુલનો છે. સુમુલ ડેરી રાજ્યની સૌથી જૂની ડેરી છે.
આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના રૂપમાં આવ્યો બદલાવ, હવે, બીમાર નહીં સ્વસ્થ બની રહ્યા છે શિકાર, જુઓ આંકડાઓ…
