વર્ષોથી ચાલતા અયોધ્યા ભૂમિ વિવાદ મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં મંગળવારે 5મી સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રામલલાં વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને દલીલો કરી હતી. વૈદ્યનાથે કહ્યું કે, 1949માં અયોધ્યામાં મૂર્તિઓ મૂકવામાં આવી તે પહેલા પણ જન્મસ્થાન હિંદુઓ માટે પૂજનીય જ હતું. કોઈ સ્થાનને પૂજનીય બનાવવા માટે ત્યાં મૂર્તિ હોવી જ જોઈએ. એ આવશ્યક નથી. સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં વૈદ્યનાથને પૂછ્યું હતું કે, શું શ્રીરામના કોઈ વંશજ અયોધ્યા કે વિશ્વમાં છે?
તેનો જવાબ આપતા વકીલે કહ્યું કે, વર્ષોથી હિંદુ દર્શન માટે જન્મસ્થાન પર જાય છે. અલ્હાબાદ ચુકાદામાં લખવામાં આવ્યું છે કે, 1949 બાદ બાબરી મસ્જિદમાં ક્યારે પણ નમાઝ થઇ નથી. અયોધ્યા મામલના સાક્ષી હાશિમ અંસારીએ કહ્યું હતું કે અયોધ્યા હિંદુઓ માટે એટલું જ પવિત્ર છે, જેટલું મુસલમાનો માટે મક્કા છે.
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રામલલાનું જન્મસ્થાન ક્યાં છે? સવાલ પૂછ્યો, જેનો જવાબ આપતા વૈદ્યનાથે કહ્યું કે, ઇલ્હાબાદ હાઇકોર્ટના બાબરી મસ્જિદના મુખ્ય ગુબંદના નીચે ભગવાન રામનું જન્મસ્થાન છે.
ચોથી સુનાવણી 9 ઓગસ્ટના દિવસે થઇ હતી. 9 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલને પૂછ્યું હતું કે શું ભગવાન રામના કોઈ વંશજ અયોધ્યા કે વિશ્વમાં છે? તેનો જવાબ આપતા વૈદ્યનાથે કહ્યું કે, અમને એના વિશે માહિતી નથી. બાદમાં જયપૂરના રાજવી પરિવારના દિયાકુમારીએ પોતે શ્રી રામના મોટા પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કર્યો હતો. મુસ્લિમ પક્ષે સપ્તાહમાં પાંચ દિવસ સુનાવણી કરવામાં વાંધો ઉઠાવ્યો હતો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.