કેન્દ્ર સરકારને Cryptocurrency પર તેનું લીગલ સ્ટેન્ડ સ્પષ્ટ કરવા સુપ્રીમ કોર્ટેએ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે, શું તે ઈનલીગલ છે? આરોપીના જામીન સંબંધિત મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મુજબની મૌખિક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસીટર જનરલ એશ્વર્ય ભાટીને સવાલ કર્યો કે, ક્રિપ્ટોકરન્સી મામલામાં સરકારનું વલણ તેઓ સ્પષ્ટ કરે. તે ગેરકાયદેસર છે કે નહીં?

ક્રિપ્ટો પર કેમ રખાયો છે ટેક્સ સાથે ટીડીએસ?
સુપ્રીમ કોર્ટના સવાલ પર એડિશનલ સોલિસીટર જનરલે કહ્યું કે, સરકારના વલણ અંગે કોર્ટને અવગત કરાશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચમાં બિટકોઈન સંબંધિત કૌભાંડના આરોપી અંગે એડિશનલ સોલિસીટર જનરલે કહ્યું કે, આરોપી જામીન પર છૂટ્યા પછી ઈડીને તપાસમાં સહકાર નથી આપી રહ્યો. એવામાં તેના જામીન રદ થવા જોઈએ. આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, તમે જણાવો કે, ક્રિપ્ટોકરન્સી પર તમારું કાયદાકીય સ્ટેન્ડ શું છે? તમે શું તેને ગુના તરીકે ડીલ કરી રહ્યા છો? આરોપીને સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2019માં જામીન આપ્યા હતા.
જાણો પબ્લિક-પ્રાઈવેટ ક્રિપ્ટો કરન્સી વચ્ચેનો તફાવત
80 હજાર bitcoin એટલે કે 20 હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં અજય ભારદ્વાજ નામનો શખસ આરોપી છે. આ કૌભાંડના હજારો વિક્ટિમ છે. આરોપી તપાસમાં સહકાર નથી આપી રહ્યો. આ દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, વચગાળાનો આદેશ પાછો ખેંચી શકાય છે. કોર્ટે આરોપીને કહ્યું છે કે, તે તપાસમાં સહકાર આપે અને ઈડી બોલાવે ત્યારે હાજર થાય. તપાસ અધિકારીને કોર્ટને કહ્યું કે, તે ચાર સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરી જણાવે કે, તપાસની શું પ્રગતિ છે અને શું આરોપી સહકાર આપી રહ્યો છે? ધરપકડ સામે રોક આગામી સુનાવણી સુધી લાગુ રહેશે.