રાજ્યમાં (gujarat) કોરોના વાયરસના કેસમાં (corona virus cases) વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં ઘણા દેશો કોરોના વેક્સીન (corona vaccin) શોધવા માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ, પૂર્ણતઃ સફળતા મળી નથી. હાલમાં સરકાર કોરોના દર્દીઓની સારવારમાં પ્લાઝ્મા થેરાપી (plasma therapy) પર વધુ ધ્યાન આપી રહ્યી છે. હાલમાં, સૂરત (surat) પ્લાઝ્મા ડોનેટ કરવામાં રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. રાજ્યમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો, ખેડુતો, યુવાનો કોરોનાગ્રસ્તોની સારવાર માટે પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે.જેમાં, સૂરત શહેરની શિવમ જ્વેલ્સના એક સાથે 6 રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

આ વિશે કતારગામની ‘શિવમ જ્વેલ્સ’ ડાયમંડ કંપનીના એચ.આર. હેડ મહેશભાઈ ધામેલિયાએ જણાવ્યું કે, સૂરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ ત્યારે ઘણા રત્નકલાકારો કોરોના સંક્રમિત થયા હતા. જેમાં હું પણ કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયો છું. મિત્રોની પ્રેરણાથી મારા સહિત છ રત્નકલાકારોએ સંકલ્પ સાથે સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. જો આગામી સમયમાં ફરી જરૂરત જણાશે તો અમે છ રત્નકલાકારો ફરી પ્લાઝમા ડોનેટ કરવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત, કંપનીના 350 રત્નકલાકારોના એન્ટિજન ટેસ્ટ કર્યા. પરંતુ તેમાથી એક પણ રત્નકલાકારને કોરોનાના લક્ષણો જણાયા નથી.
ઉમિયાધામ વિસ્તારની મારૂતિધામ સોસાયટીમાં રહેતા પ્લાઝમા ડોનેટ કરનાર રત્નકલાકાર કિશોરભાઈ નકુમે જણાવ્યું કે,તેમનો 9 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ થયા હતા. આ રિપોર્ટમાં 5 % ન્યૂમોનિયાની અસર દર્શવામાં આવી હતી. ત્યારબાદ 12 ક્લાક બાદ વેસુની સમરસ હોસ્ટેલ શિફ્ટ થયો ત્યાં નવ દિવસ બાદ કોરોનાને મ્હાત આપી. પછી 13 દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયો છું. કંપનીના માલિકની પ્રેરણાથી મેં પણ પ્લાઝમા બેન્કમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે. મેં કરેલા પ્લાઝ્મા ડોનેટથી બે વ્યક્તિને નવજીવન મળશે આ બાબતની મને ખુશી છે.

તે ઉપરાંત, શિવમ જ્વેલ્સમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા 25 વર્ષિય જયેશ કાકલોતરને 12 મે ના રોજ કોરોના પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓએ 5 દિવસ સમરસ હોસ્ટેલમાં રહીને કોરોનાને મ્હાત આપી. ત્યારબાદ તેઓ 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહ્યા હતા. તેમણે પણ સ્મીમેર હોસ્પિટલતમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. તેમજ અન્ય કંપનીના ડોનર વિજયભાઈ પટેલ, આકાશભાઈ પટેલ તથા કાનજીભાઈ મોતિસરીયાએ પણ પ્લાઝમા ડોનેટ કર્યા હતા.
આ પણ વાંચો : રાજ્યમાં 26 ઓગસ્ટથી મેઘરાજા લેશે નાનો વિરામ, હવામાન વિભાગ અનુસાર આ તારીખથી ફરી સર્જાશે વરસાદી માહોલ
સુરત સ્મીમેર હોસ્પિટલના પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહે જણાવ્યું કે, અમારી ટીમે શિવમ જ્વેલ્સના માલિક ઘનશ્યામભાઈ શંકરનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે, 6 રત્નકલાકારોના એન્ટીબોડી ડેવલપ થઈ ચૂકયા છે. તેમને પ્લાઝમા ડોનેટ કરવા પર પ્રોત્સાહિત કરતા તેઓએ સમાજ ઉપયોગી કાર્ય માટે તૈયાર થઇને પ્લાઝમા ડોનેટ કર્યા હતા.
