સુરતમાં સરકાર તરફથી ઘણી તકેદારી રાખવા છતાં કોરોના સંક્રમણમાં કોઈ ઘટાડો નોંધાઈ રહ્યો નથી. કોરોનાને વધુ ગંભીર દર્દીને ઓક્સિજનની જરૂરત પડતી હોવાના કારણે સુરત સિવિલના પરિસરમાં 13 હજાર કિલો લિટરની ઓક્સિજન ટેન્ક લગાડવામાં આવી છે. જેથી કોરોનાના દર્દીને ઓક્સિજનની તંગી ન સર્જાય. હાલમાં જ લગાવામાં આવેલા ઓક્સિજન ટેન્કના કારણે ફરી સિવિલ હોસ્પિટલની બેદરકારી ચર્ચામાં આવી છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાત થયું પાણી-પાણી, સુરતમાં રસ્તાઓ પર ભરાયા પાણી
હાલના સમયે કોરોનાના કેસ વધુ હોવાથી કારણે ઘણી હોસ્પિટલોમાં દર્દીઓને ઓક્સિજન મળી રહ્યું નથી. ત્યારે, સુરત સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે ટેન્કરમાંથી ટેન્કમાં ઓક્સિજન ભરતી વખતે મોટા પાયે ઓક્સિજનનો વ્યય થયો.
