સુરતમાં વધતા કોરોનાના કેસોને લઇ આજે ફરી CM વિજય રૂપાણી(CM Vijay Rupani) અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ(DyCM Nitin patel) સુરતની મુલાકાતે છે. ત્યારે સરકાર પર ફરી કોરોનાથી થતી મોતના આંકડા છુપાવવાના આક્ષેપો થઇ રહ્યા છે.
સુરતમાં મૃત્યુના આંકડામાં ગોટાળા
સુરતમાં તંત્ર પર આંકડા છુપાવવાના આક્ષેપો થઇ રહ્યા છે. મળતી વિગતો મુજબ સુરત સિવિલમાં અત્યાર સુધી કુલ 756 જ મોત થઇ છે. સિવિલમાં 340 અને કોવિડ હોસ્પિટલમાં 416. ત્યારે સરકારી ચોપડે માત્ર 497 લોકોના જ મોત. દર્શાવવામાં આવ્યા છે.
સુરતમાં કોરોનાની સ્થતિ
સુરતમાં સતત કોરોનાનો આંકડો વધી રહ્યો છે. શહેર અને જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 14 હજાર નજીક પહોંચી ગયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 262 કેસ સામે આવ્યા. ત્યારે 12 લોકોના મોત થયા. ત્યારે સતત કોરોના વોરિયર્સમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. સિવિલ,સ્મીમેર અને ખાનગી હોસ્પિટલના 5 તબીબોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પીએસઆઇ અને બે હેડ કોન્સ્ટેબલ, એક શિક્ષક, મનપાના વધુ 9 કર્મચારીઓ અને ફાયર વિભાગના બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોનાનો આંકડો 14 હજારને નજીક, જાણો કેવી છે શહેરના વિવિધ ઝોનોની સ્થિતિ
