સુરતમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. જેને લઇ મંગળવારે મહાનગર પાલિકા(Surat Municipal corporation) દ્વારા કુલ 2,407 ઘરોમાં રહેતા 8,724 લોકોને હોમક્વોરન્ટાઇન (Home Quarantine) કરવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ ઝોન(Central Zone)
નાનપુરા વિસ્તારમાં મહાવીર એપાર્ટમેન્ટ, બડેખા ચકલા,ડબગરવાડ, સલાબતપુરા વિસ્તારમાં નાગરદાસ મહોલ્લો, ઇન્દરપુરા, પીપરડી શેરી, ગોપાલરતનજીની શેરી, સગરામપુરામાં નાડીયાવાડ શેરી, અનાવીલ શેરી, મહિધરપુરા ગુંદી શેરી, સૈયદપુરા બોરડીશેરી, રૂસ્તમપુરા મોમનાવાડ, વાડીફળિયા ચકાવાલાની શેરી, પગથીયા શેરીના વિસ્તારમાં કુલ 1,921 ઘરોમાં રહેતા 6,756 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.

રાંદેર ઝોન(Rander Zone)
છાપરાભાઠા વિસ્તારમાં વ્હાઇટ સ્ટોન એપાર્ટમેન્ટ એફ વિભાગ, જહાંગીરપુરામાં વીર સાવકર હાઇટસમાં કાવેરી, મેશ્વા, ભાદર, તાપી એ, પાર, મીઢોળા વિભાગ અને રંગરાગ રેસીડેન્સીમાં શિલ્પ તેમજ સંસ્કાર, વિસ્તારોમાં કુલ 446 ઘરોમાં રહેતા 1,785 લોકોને ક્વોરેન્ટાઇ કરાયા.
ત્યારે છાપરાભાઠા વિસ્તારમાં વ્હાઇટ સ્ટોન એપાર્ટમેન્ટ, પાલનપોરમાં નક્ષત્ર એમ્બેસી, જહાંગીરપુરામાં વીર સાવકર હાઇટસ અને રંગરાગ રેસીડેન્સીમાં વિસ્તારોમાં કુલ 3,480 ઘરોમાં રહેતા 10,896 લોકોને કલસ્ટરમાંથી મુકત કરાયા
અઠવા ઝોન(Athwa zone)
ફલાવર એપાર્ટમેન્ટ, અઠવાલાઇન્સમાં નવકૂતિ એપાર્ટમેન્ટ, ખટોદરામાં નવનાથ સોસાયટી વિસ્તારમાં કુલ 40 ઘરોમાં રહેતા 183 લોકોને હોમક્વોરન્ટાઇન કરાયા.
સોસાયટીઓ માટે પાલિકા દ્વારા મિટિંગ

રાંદેર, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં કેસોનો વધારો થતાં સોસાયટીઓમાં પાલિકા દ્વાર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા બુધવારે વેસ્ટ ઝોન (રાંદેર)માં પાલ કેમ્યુનિટી હોલ ખાતે સોસાયટીના પ્રમુખો/ હોદ્દેદારો સાથે કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણ માં રાંખવા બાબતે મિટીગ નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓએ ત્યાંની મુલાકાત લીધી હતી.
પાલિકા કમિશનરે જણાવ્યું, સોસાયટીમાં કોઈ કેસ હોય અને ઘરે જ સારવાર લઈ રહ્યા હોય તેમજ હોમ ક્વોરન્ટીનમાં રહેલા દર્દી અને અન્ય સભ્યો ઘર બહાર ન નીકળે તે જોવાનું કામ પણ સોસાયટીના પ્રમુખ અને અન્ય લોકોનું છે. તેમની જીવન જરૂરીયાતની વસ્તુઓ ઘર સુધી પહોંચડવાની જવાબદારી પણ સૌએ સાથે મળીને ઉઠાવી લેવી જોઈએ.
આ પણ વાંચો : આ તે નવું આવ્યું,બહાર કરતાં ઘરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ થાય છે, શું તમે માનશો?
