સુરત શહેર અને જિલ્લામાં ઝડપથી કોરના(corona)નું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરત અને જિલ્લા કુલ 272 કેસ સામે આવ્યા. તેની સાથે કુલ પોઝિટિવ(positive)નો આંકડો 16,545 થયો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા જેની સાથે સુરત શહેર જિલ્લા અત્યાર સુધીમાં કુલ 710 લોકોના મોત થયા. છેલ્લા 24 કલાકમાં 203 લોકો સારા થયા સાથે જ અત્યાર સુધીમાં 12,544 લોકો સારા થઇ ઘરે ગયા છે.
સુરત શહેર કોરોના અપડેટ
સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં કુલ 195 કેસો નોંધાયા જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં 13,253 કુલ કોરોના ના કેસો સામે આવ્યા. ત્યારે 3 લોકોના મોત થયા જેની સાથે કુલ મોતનો આંકડો 557 પર પહોંચ્યો. ત્યારે છેલ્લા 24 કલાકમાં 156 લોકો ડિસ્ચાર્જ થયા, સાથે જ શહેરમાં અત્યાર સુધીમાં 9937 લોકો સારા થયા છે
વિવિધ ઝોન મુજબ કોરોનાના કુલ આંકડા
સેન્ટ્રલ- 1523, વરાછા એ – 1732, વરાછા બી- 1285, રાંદેર- 1767, કતારગામ- 2631, લીંબાયત- 1692, ઉધના- 1000, અઠવા- 1623

શહેરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 51 ત્યારે રાંદેર ઝોનમાં 36 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા. કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં 24-24 નવા કેસ નોંધાયા તો લીંબાયતમાં 23 પોઝિટિવ નવા કેસ નોંધાયા. ત્યારે સુરત શહેરમાં 28,362 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
સુરત જિલ્લા કોરોના અપડેટ
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 77 કેસ સામે આવ્યા જેની સાથે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 3292 થઇ. ત્યારે 2 લોકોના મૃત્યુ સાથે કુલ મોતનો આંકડો 153 પર પહોંચ્યો. ગઈકાલે 47 લોકો ડિસ્ચાર્જ થયા સાથે કુલ 2607 લોકો ડિસ્ચાર્જ થઇ ઘરે ગયા.
તાલુકા મુજબ કોરોનાના આંકડા

ગઈકાલે 455 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા, સાથે જ કુલ હાલ 5231 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : ગોકુળઅષ્ટમી પર ચોમાસુંં જામ્યું, રાજ્યના 234 તાલુકા થયા પાણી-પાણી તો ક્યાંક વરસાદ બન્યો આફત
