સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 27,620 પર પહોંચ્યો મંગળવાર સાંજ સુધીમાં કુલ 298 નવા કેસ સામે આવ્યા. 3 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 901 પર પહોંચ્યો. ગઈકાલે શહેરમાં કુલ 284 દર્દીઓ સારા થયા જેથી શહેરમાં અને જિલ્લામાં કુલ 23,415 દર્દીઓ સારા થઇ ઘરે ગયા છે.
મંગળવારે તંત્ર દ્વારા બહાર પાડેલ માહિતી મુજબ, શહેરમાં 179 અને જિલ્લામાં 119 નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા. શહેરમાં કુલ 20,084 પોઝિટિવ કેસમાં 662ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 6,736 કેસમાં 239ના મોત થયા છે. શહેરમાંથી 189 દર્દી અને જિલ્લામાંથી 95 ર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 17,949 દર્દીઓને રજા અને જિલ્લામાં કુલ 5466 દર્દીઓ સાજા થયા છે.
વિવિધ ઝોન મુજબ કોરોનાના આંકડા

ગુરુવારે સુરત શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ 43 નવા પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારે સૌથી ઓછા સેન્ટ્રલ ઝોનમાં 14 નવા કેસ સામે આવ્યા। જિલ્લાની વાત કરીએ તો 24 કલાકમાં સૌથી વધુ કામરેજ તાલુકામાં સૌથી 30 નવા કેસ સામે આવ્યા.
તાલુકા મુજબ કોરોનાના આંકડા

સુરત શહેરમાં એક્ટિવ કેસ પૈકી કુલ 818 લોકો હોસ્પિટલમાં છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં 138 દર્દીઓ છે અને સ્મીમેર હોસ્પિટલમાં 116 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. શહેરમાં હાલ 38,647 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જિલ્લામાં હાલ 5013 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી ફરજમાં જોડાયા
