સુરત કોરોના વાયરસનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોના કેસ 650 પાર પહોંચી ગયો છે. અને ત્યારે જિલ્લા અને શહેરના મળીને કુલ 29 લોકોના મોત થયા છે. ત્યારે કોરોના વાયરસને અટકાવવા સરકાર દ્વારા લોકડાઉનને 17મે સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા વધુ વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ વિસ્તારને કરાયા ક્વોરેન્ટાઇન

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સુરત પાલિકાએ એ.કે. એકે રોડ વિસ્તાર અને ભેસ્તાન વિસ્તાર ક્લસ્ટર કોરોન્ટાઇન કર્યા છે. એકે રોડ પર ફુલપાડા રેલવે ગરનાળા થી લઈ હીરાબાગ,કાપોદ્રા ઉતરાણ બ્રિજ ક્લસ્ટર કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
પાલિકાના આ નિર્ણયને લઈ નવા કોરન્ટાઇન વિસ્તારના 25,107 ઘરોના 1.39,617 લોકો ક્વોરેન્ટાઇનમાં રહેશે। હવે સુરતના 1.39 લાખ લોકોએ હવે ફરજિયાન ઘરમાં બંધ રહેવું પડશે.
આ પણ વાંચો : કાલથી ખરીદી શકો છો ઓનલાઇન મોબાઈલ, પરંતુ નહિ થાય આ વિસ્તારોમાં ડિલિવરી
