ભારતમાં કોરોનાના (Coronavirus) કારણે ભારે મંદીનો માહોલ છવાઈ ગયો છે. જેમાં સુરતનો ડાયમંડ ઉધોગ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. સુરતમાં કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે ફરી ઘણા ઉધોગ બંધ થઇ રહ્યા છે. જેથી, લોકોની આવક બંધ થઇ રહી છે. ડાયમંડ ઉદ્યોગ બંધ થવાના કારણે હવે રત્નકલાકારોએ (Diamond workers) પોતાના વતન તરફ પાછા વળી રહ્યા છે. જેમાં ઘણા રત્નકલાકારો પોતાનો તમામ સમાન લઈને વતન તરફ જતા જોવા મળ્યા છે.

સરકારે જાહેર કરેલા લોકડાઉનના 70 દિવસ બાદ સુરતમાં સૌથી પહેલા ડાયમંડ ઉધોગ શરૂ થયા હતા. ઉદ્યોગો શરુ થતા વતન ગયેલા રત્નકલાકારો સુરત પરત ફર્યા હતા. પરંતુ, ડાયમંડ ઉદ્યોગમાં કોરોના ગાઈડલાઈનનું પાલન ન થતા રત્નકલાકારોમાં કોરોના સંક્રમિત વધી ગયું હતું. જેથી, આ ઉધોગને તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો હતો. તે ઉપરાંત ઘણા રત્નકલાકારોને ફેક્ટરીમાંથી છુટા કરવામાં આવ્યા હતા. માત્ર 7 દિવસ ચાલેલા ઉધોગને લઈને રત્નકલાકારોની હાલત કફોડી બનતા વતન તરફ હિજરત કરી રહ્યા છે
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં મન મૂકી વરસ્યો વરસાદ, ખંભાળિયામાં 12 ઇંચ વરસાદ સાથે 12 ડેમ થયા 100 ટકા ફૂલ
હાલમાં, દરરોજ 1500 પરિવાર પોતાના સમગ્ર સમાન સાથે વતન પરત ફરતા જોવા મળી રહ્યા છે. એક તરફ આવક બંધ છે અને અહીં ઘર ખર્ચ, મકાનનું ભાડું, લાઈટ બિલ ભરવાના હોવાના સુરતમાં પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી. રત્નકલાકારો માટે કામ કરતા ડાયમંડ યૂનિયનના આગેવાનો દ્વારા રત્નકલાકારો માટે ખાસ પેકેજ ની માંગણી કરાઈ છે. અગાઉ સરકારે જાહેરાત કર્યા બાદ પણ કારખાના માલિકોએ લોકડાઉનનો પગાર ચુકવ્યો નથી. જેથી, પોતાની તમા ઘરવખરી સાથે પોતાના વતન સૌરાષ્ટ્ર તરફ જતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે જ સુરતના ડાયમંડ ઉદ્યોગની ચમક પણ જતી હોવાનો અનુભવ થઇ રહ્યો છે.
