સુરતમાં 2800 ચો.મીટર વિસ્તારમાં બનેલા કાર્ગો ટર્મિનલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સુરતમાં ઉદ્યોગોને લઇ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. આ પ્રોજેક્ટને લઇ શહેરના વેપાર-ઉદ્યોગને મોટી રાહત થઈ છે. આ કાર્ગો ટર્મિનલ ડોમેસ્ટિક કક્ષાનું રહેશે. આ સુવિધાથી સ્થાનિક ટેક્સ્ટાઇલ, ડાયમંડ સહિતના ઉદ્યોગો તથા ખેતીવાડી ઇન્ડસ્ટ્રીને મોટી રાહત થશે. ડોમેસ્ટિક સ્તરે વિવિધ ગુડ્ઝ મોકલી શકાશે.
ટર્મિનલની સુવિધા
સુરત એરપોર્ટમાં 2800 ચો.મી કાર્ગો ટર્મિનલ પ્રોજેક્ટ માંથી 1400 ચો. મીટર વિસ્તારમાં કાર્ગો ટર્મિનલનું બાંધકામ કરાયું છે. જેમાં 320 ચો.મીટર વિસ્તારમાં ઓફિસની કામગીરી કરાઈ છે. સિક્યુરિટી વ્યવસ્થા માટે 34 વ્યક્તિનો સ્ટાફ રખાયો છે.

તેમજ કિંમતી ગૂડ્ઝ રાખવા માટે 2 સ્ટ્રોંગ રૂમ બનાવાયા છે. તેમજ કાર્ગોમાં જતાં સમાન પર નજર રાખવા 1 એક્સ રે મશીન રાખવામાં આવ્યા છે. તપાસ 36 એક્સપ્લોઝીવ ટ્રેસ ડિટેક્ટર દ્વારા કરાશે. 36 સીસીટીવી નેટવર્ક રાખવામાં આવ્યા છે. 50 હજાર મેટ્રીક ટનની વાર્ષિક ક્ષમતા ધરાવે છે
એસઆરટીઈપીસીના વાઈસ ચેરમેન ધીરૂભાઈ શાહે જણાવ્યું મુજબ ટેક્સટાઈલ એક્સપોર્ટર્સને કાપડ-ટેક્સટાઈલ ગુડ્ઝનો મોટો જથ્થો પહોંચાડવા ડોમેસ્ટિક સ્તરની કાર્ગો ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે.

કેટલીક વખત ખૂબ જ ઝડપથી ગુડ્ઝ ડિમાન્ડ ની સર્વિસ પુરી કરવા મદદરૂપ બની બનશે. તેમજ આ કોર્ગો ટર્મિનલથી બીજા શહેરમાં કિંમતી ડાયમંડના પાર્સલ મોકલવામાં સરળતા રહેશે.
