આગની ઘટના પહેલાં વીજ પોલમાં તણખલા ઝર્યા હોવાની ફરિયાદ
તક્ષશિલા આર્કે઼ડમાં આગની ઘટના બન્યાને 4 દિવસ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે ડીજીવીસીએલની જવાબદારી હોવા છતાં વીજ કંપનીના એમડી ઘટના સ્થળે કે તપાસ દરમિયાન કશે પણ ફરક્યા નથી. આગની ઘટના પહેલાં જ વીજ પોલમાં તણખલા ઝર્યા હોવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે DGVCLના અધિકારીઓના ઓવર લોડિંગ કે ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ નહીં હોવાનું રટણ કરી રહ્યા છે.
DGVCLના સીઈ આર.કે.પુરોહિતના સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ઓવર લોડિંગનો પ્રશ્ન હજુ સુધી સામે આવ્યો નથી. ત્યાં આગની ઘટનાને લઈને શહેરભરમાં રોષ ફેલાયેલો છે. ત્યાં 23 વિદ્યાર્થી-વિદ્યાર્થીઓના મૃત્યુ જેવી ગંભીર ઘટના સર્જાઈ હોવા છતાં DGVCLના એમડી આદ્રા અગ્રવાલ ઘટના સ્થળની વિઝીટ લેવા કે તપાસની કાર્યવાહીઓ દરમિયાન કશે ફરક્યા પણ નથી.
નિર્મલ નગરના ટ્રાન્સફોર્મરમાંથી રેસિડેન્સિયલ અને કોમર્શિયલ એમ બંન્ને પ્રકારના કનેક્શન માટે પાવર પ્રોવાઈડ કરાઈ રહ્યો હતો. ત્યારે ઓવર લોડિંગને લઈને હજુ સુધી વીજ કંપનીના અધિકારી-કર્મચારીઓ ગલી કાઢી રહ્યાં છે. શુક્રવારે બનેલી આગની ઘટનાના 10 દિવસ પૂર્વે ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલ લીકેજની ફરિયાદ સામે આવી હતી.
આ સાથે આગની દુર્ઘટના થોડા સમય પહેલાં તક્ષશિલા આર્કેડ નજીકના વીજ પોલમાંથી તણખલા ઝર્યા હોવાની ફરિયાદ વિભાગને મળી હોવાનું ત્યાંના સ્થાનિકોએ ફરિયાદ કરી છે. ત્યારે આ અંગે એસઈ જી.બી.પટેલના જણાવ્યાનુસાર, 6 મહિનાથી ટ્રાન્સફોર્મરનું ફ્યુઅલ ચેન્જ કરવાની નોબત સર્જાય નથી.
ઘટનાના થોડા સમય પહેલાં ફરિયાદની જે વાત કરાઈ છે તેવી કોઈ ફોન કોલ કે ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળી હોઈ અને તેના પર અમલવારી ન થઈ હોઈ તો વિભાગ દ્વારા પગલાં લેવામાં આવશે. જોકે, ઓવર લોડિંગનો પ્રશ્ન છે તે ટ્રાન્સફોર્મમાંથી સ્ટેટિક ડેટા ડાઉનલોડ કરીને તેના અભ્યાસ બાદ જાણી શકાશે. હાલ એફએસએલ અને ઇલેક્ટ્રિક ઓફિસર દ્વારા પ્રાયમરી તપાસ ચાલી રહી છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.