DGVCL પાવરલોડ, વીજ કનેકશન માટે આપવામાં આવેલા પુરાવા સહિતની માહિતીઓ જે ક્રાઈમ બ્રાંચ દ્વારા માંગવામાં આવી હતી, તે સુપરત તો કરી દીધી છે. પરંતુ માહિતીઓ આપી દીધી હોવા છતાં DGVCLના ચીફ એન્જિનિયર થી લઈને એક્ઝિક્યુટીવ એન્જીનિયર તથા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ મૌન કેમ સેવી રહ્યાં છે.
DGVCLની ભૂલ સંતાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પછી રાજકીય દબાણ છે કે પછી સરકારી કંપનીનું હિત સાચવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. તેવા સવાલો ઉપસ્થિત થયા છે. વર્ષ 2004માં નિર્મલનગરના 4 રેસિડેન્શિયલ પ્લોટને ભેગા કરીને તક્ષશિલા આર્કેડરૂપી કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવવા ઉપયોગ કરાયો હતો.

ત્યારે DGVCLના કામરેજ સબડિવીઝનની હદમાં આવતાં તક્ષશિલા આર્કેડમાં કુલ 27 કનેકશનો આપવામાં આવ્યા હતા. જેના માટે 55 કેવીના એકસ્ટ્રા વોલ્ટની માંગ કરવામાં આવી હતી. તે સમયે શું ટ્રાન્સફોર્મરની ક્ષમતા 62 કેવીની જ હતી. કનેકશન આપવા માટે આપવામાં આવેલા દસ્તાવેજો ડમી હતા. DGVCLના અધિકારી-કર્મચારીઓને છાવરવા શું ક્રાઈમ બ્રાંચે પણ મૌન સેવી લીધું છે. જેવા પ્રશ્નો તક્ષશિલા અગ્નિકાંડમાં ન્યાય માંગી રહેલા 22 નિર્દોષ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના માતા-પિતા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ફાયરના ચીફ ઓફીસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફીસર મોઢની ધરપકડ બાદ શુક્રવારે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પાલિકાના ઉપરી અધિકારીઓની પુછપરછ ચાલી રહી છે પણ DGVCLના એકેય અધિકારીની જવાબદારીને લઈને ખૂદ DGVCL તંત્ર કે પછી પોલીસ, ઇલેક્ટ્રિક ઓફિસરોની ટીમ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.