સુરતમાં કરોડોના ખર્ચે નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે આજ શહેરમાં બે ગરબા આયોજકોએ ઇવેન્ટ સાથે ગરબા રમનાર અને જોનાર માટે પણ વીમો કરાવ્યો છે. નવ દિવસના ગરબાના આયોજનમાં ગરબા રમનાર, દર્શકો, કલાકારો તેમજ મોંઘા સામાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આયોજકોએ આ પગલું ભર્યું છે.
સરસાણા ચેમ્બરના ગરબા આયોજકોએ 9.5 કરોડ રૂપિયા અને સીબી પટેલ ગ્રાઉન્ડના આયોજકો એ 4 કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો છે આયોજકો સુરક્ષાના મામલે કોઈ ચાન્સ લેવા માંગતા નથી. તેથી તેમણે નવ દિવસના આયોજનને સુરક્ષા સાથે સાંકડી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આયોજનને વધુ સારું બનાવવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડોમની અંદર કેમેરા અને ડેકોરેશનમાં ઘણો ખર્ચ કર્યો છે.
માલ-સામાન સાથે ગરબા રમનાર માટે 10 લાખ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. ભાગ દોડથી દર્શકોને કોઈ નુકશાન થાય તો તેમના માટે 1 લાખ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. જો કોઈ કારણોસર ઇવેન્ટ રદ થાય તો તેના માટે પર વીમો કરાવવામાં આવ્યો છે.
શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવરાત્રીનું ભવ્ય આયોજન કરનાર આયોજકોએ લખો રૂપિયાનું પ્રીમિયમ ભરી સમગ્ર ઇવેન્ટને વીમાં સુરક્ષા કવચ આપ્યું છે