છેલ્લા કેટલાક સમયથી સતત ઓયો થકી બુક રૂમ સાથે સંકળાયેલી ઘટનાઓ દેશભરના શહેરોમાંથી સામે આવી રહી છે. એટલું જ નહીં હવે લોકોનું માનવું છે કે, ‘OYO’હવે એક શંકાસ્પદ રણનીતિ પર કાર્ય કરતી સંસ્થા છે. થોડા સમયથી ઓયો સાથે સંકળાયેલા અનેક વિવાદો સતત સામે આવી રહ્યા છે, જેનાથી એ જાણકારી મળે છે કે ઓયોએ પોતાની સાથે થોડીક એવી હોટલોનો પણ સમાવેશ કર્યો છે જે ક્યાં તો વગર લાઈસન્સે ચાલે છે અથવા તો એ ગેસ્ટ હાઉસના રૂમ છે.
કેટલીત વખત તો ઓયોએ પોતાના હોટલ પાર્ટનર્સ પર વધારાનો ભાવ લગાવ્યો હોવાની ફરિયાદો પણ ચર્ચાના કેન્દ્રમાં રહી છે સાથે જ હોટલના માલિકો દ્વારા માંગવામાં આવેલી પૂર રકમ ચૂકવવાનો પણ ઈન્કાર કર્યો છે. એટલું જ નહીં ઓયો ગેરકાયદે રૂમ્સ પર અધિકારીઓની તકલીફો દૂર કરવા ક્યારેક પોલીસ તેમજ અન્ય વહિવટી અધિકારીઓને નિશુલ્ક રૂમમાં રહેવાની સુવિદ્યા પણ આપે છે.
આજે દરેક ત્રીજી ગલી-મહોલ્લામાં ઓયો રૂમની સવલતો ઉપલબ્ધ હોવાને કારણે આ રૂમોમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિઓને ઉત્તેજના મળી રહી છે, ઓયો રૂમ બૂક કરાવીને હત્યા જેવી ગુનાખોરીને અંજામ અપાયો હોય તેવા સંખ્યાબંધ કેસ દેશભરના વિવિધ શહેરોમાં નોંધાઈ ચૂક્યા છે. અનક વખત અનમેરિડ કપલ્સ પણ આ રૂમોનો ખોટો ફાયદો ઊઠાવે છે જેનાથી પણ બળાત્કાર, હત્યા જેવા કિસ્સાઓ સામે આવે છે. લોકો જૂગાર રમવા કે શરાબ પીવા વગેરે માટે પણ આ રૂમ્સનો ઉપયોગ કરે છે કેમકે એ ખૂબ ઓછા ભાવે સરળતાથી મળે છે અને તેઓ પર પોલીસ કાર્યવાહી નથી થતી કેમકે કંપની તેમને મામલો રફેદફે કરવા શામિલ કરી દે છે.
ઉત્તર ભારતમાં એક ભૂતપૂર્વ ઓયો મેનેજર સૌરભ મુખોપાધ્યાયે ગત સપ્ટેમ્બરમાં આ કંપની છોડી દીધી હતી, તેમનું કહેવું હતું કે, “OYOનો આ ફૂગ્ગો એક દિવસ જોરમાં ફૂટશે ” ઓયો હોટલની લાપરવાહીને કારણે કરણી સિંહ શૂટિંગ રેન્જમાં આયોજિત નોર્થ ઝોન શૂટિંગ ચેમ્પયનશિપમાં ભાગ લેવા આવેલા નવલોહિયા અને આશાસ્પદ શૂટર મહજ 15 વપ્ષના પ્રિયાંશુનું શંકાસ્પદ મોત થયું હતું, પોલીસે પરિવારના આક્ષેપો તેમજ ઘટના સ્થળનો તાગ મેળવ્યા બાદ ઓયો હોટલ સામે લાપરવાહીનો કેસ દાખલ કર્યો હતો.
સતત વિવાદમાં રહેવા પંકાયેલી ઓયો આ વખતે સુરતથી ચર્ચામાં આવી છે. શહેરના પીપલોદ વિસ્તારની ઓયો હોટલ એમ પણ ખાસ્સા સમયથી તેની શંકાસ્પદ પ્રવૃત્તિને કારણે ચર્ચામાં હતી. પીપલોદ વિસ્તારની ઓયો હોટલના રૂમમાંથી એક યુવતી રહસ્યમય સંજોગોમાં બેભાન હાલતમાં મળી આવી હતી. કતારગામની 22 વર્ષની આ યુવતીને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ છે. પોલીસના કહેવા અનુસાર યુવતી પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગઈ હતી. જોકે રાત્રે સૂતા બાદ સવારે નહીં ઊઠતાં પ્રેમી પ્રેમિકાના પરિવારને જાણ કર્યા બાદ હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું મોત થયું હતું.
કતારગામની ગોપીનાથ સોસાયટીમાં રહેતી 22 વર્ષની તન્વી દિલીપભાઈ ભાદાણી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગ સાથે સંકળાયેલી હતી. પંકજ ગોહિલ નામના યુવક સાથે તન્વીને પ્રેમસંબંધ હતો, પરિવાર આ સંબંધોથી વાકેફ હતો. નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદની ઓયો હોટલમાં ગયાં હતાં. પંકજ ગોહિલ સાથે હોટલમાં નવા વર્ષની ઉજવણી કર્યા બાદ આજે સવારે ઊંઘમાંથી નહિ જાગતાં પરિવારને જાણ કરી 108માં સિવિલ લઈ આવ્યાં હતાં, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. તન્વી અને પંકજે હોટલ ઓયોના ચોથા માળે 410 નંબરના રૂમમાં રાત્રિ રોકાણ કર્યું હતું. પોલીસ આ પ્રકરણમાં કોઈપણ શેહશરમ વગર તપાસ કરે તેવી માંગણી શહેરભરમાંથી ઊઠી રહી છે જેથી આવા કિસ્સાઓ સમાજમાં બીજીવખત આકાર ન લે.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP