સુરતના હવામાનની સ્થિતિ જાણવા સુરત હવામાન કચેરી પાસે કોઈ અભ્યાસુ અધિકારી જ નથી. સુરત રાજ્યના મુખ્ય શહેર માંથી એક છે અને મોટી ફ્લાઇટો પણ શરૂ થઇ ગઈ છે. પરંતુ દુઃખની વાત એ છે કે સુરત હવામાન કચેરી પાસે હવામાન કેવું રહેશે તેની માહિતી જ નથી માત્ર તેમને હવામાનના આંકડા જ ખબર છે.
સુરત શહેરમાં હવામાનની બે કચેરી છે એક વેસુ ખાતે અને બીજી એરપોર્ટ પાસે છતાં બંને કચરી માંથી નક્કર માહિતી એક પણ અધિકારી પાસે નથી. તેઓ હવામાનના આંકડા મેળવવા માટે જે સાધનો મુક્યા છે, તે સાધનો પરથી આંકડા લઇને કચેરીમાં મોકલવાનું કામ કરે છે. એરપોર્ટ પરની હવામાન કચેરી ખાતેથી ફલાઇટને લગતી કામગીરી થાય છે. જેમાં ખાસ કરીને વીજીબીટીલી પર ધ્યાન અપાઇ છે. ત્યારે તેમને પૂછતાં અમદાવાદથી માહિતી આવશે એવો જવાબ આપે છે.
આ વર્ષે પાંચ મહિના જેવુ ચોમાસુ ચાલ્યુ છે. અને હજી પણ વરસાદ આવે તેવુ વાતાવરણ બની રહ્યું છે. અને મહા વાવાઝોડા બાદ બુલબુલ નામનું વાવાઝોડું આવી રહ્યું છે. આ બધી કુદરતી આપત્તિઓ વચ્ચે સુરતની હવામાન કચેરીમાંથી સત્તાવાર શહેરીજનોને ચેતવણી આપે તેવી માહિતી આપતા એકપણ અધિકારી જ નથી.
