સુરતમાં બનેલી ઘટનાની નોંધ સમગ્ર દેશમાં લેવામાં આવી રહી છે. ચારે તરફથી તંત્ર સામે વિવિધ સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે હવે નાના બાળકોએ પણ તંત્ર સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે. આજે સુરત ક્લેકટર કેચરી પર નાના ભૂલકાઓ પહોંચ્યા હતા.
જેમને પોતાના હાથે બનાવેલા પેઇન્ટિંગથી તંત્ર પાસે ન્યાય માગ્યો હતો. જેમાં નાના ભૂલકોઓના પેઇન્ટિંગમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અમારો શું વાંક ? ક્યારે થશે ગુનેગારોને સજા ?
તેમજ બાળકોની સાથે આવેલા આગેવાનો દ્વારા એવી માંગણી કરવામાં આવી રહી હતી કે વરાછા જેવા વિશાળ વિસ્તારમાં એક જ ફાયર સ્ટેશન આવેલું છે. જેમાં પણ પૂરતા પ્રમાણમાં સાધન સામગ્રીનો અભાવ છે તો તંત્ર સામે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.
આ માટે બાળકોની સાથે આવેલા આગેવાનોએ ક્લેકટરને આવેદન પત્ર પણ આપ્યું હતું અને તેની સાથે જ તાત્કાલિક તપાસ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી. જેની સાથે જ દોષિતને યોગ્ય સજા થાય તેવી પણ માગ કરી હતી.