સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણ સામે લડવા માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં ઉન્નત કક્ષાનીકામગીરી કરવામાં આવી રહી છે. જેમાં, મનપા કમિશનર બંછાનિધિ પાની (Shri Bachhanidhi Pani) તમામ કામગીરી પર નિરીક્ષણ કરી રહ્યા છે. તેઉપરાંત અલગ અલગ વિસ્તારમાં બેઠક કરીને કોરોનાને કાબુમાં કરવા માટે સમજણ આપી રહ્યા છે. હાલમાં તેમણે સોમવારે અઠવા ઝોન વિસ્તારમાં સાયન્સ સેન્ટર (Science Center) ખાતેના સ્થાનિકો સાથે મીટીંગ કરી આ વિસ્તારમાં રાઉન્ડ પણ લગાવ્યો હતો. તે ઉપરાંત, અઠવા ઝોનમાં સિનિયર સિટીજનની સંખ્યા વધુ હોવાના કારણે આ વિસ્તારના લોકોને વધારે સાવચેત રહેવા જણાવ્યું છે.

સુરતમાં જે વિસ્તારમાં કેસ વધી રહ્યા તેને ક્લસ્ટર જાહેર કરાયાં છે. તે વિસ્તારોમાં સંક્રમણ રોકવા SMC દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમાં ક્લસ્ટર વિસ્તારોના લોકોને સંક્રમણથી બચાવવા, જાગૃતિ ફેલાવવા તથા ફોલોઅપ માટે SMC દ્વારા અમલીકૃત માર્ગદર્શિકાનું લોકો દ્વારા અમલ કરે તે માટે સુરક્ષા કવચ કમિટીની રચના કરી ઝોનવાઈઝ તા. 28 જુલાઇના રોજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત શહેરના ક્લસ્ટર વિસ્તારોમાં જેવા કે, અઠવા ઝોનમાં અબંનાગર ખાતે, રાંદેર ઝોનમાં અડાજણની આહુરાનગર સોસાયટી, સેન્ટ્રલ ઝોનમાં અસારવાળા આરોગ્ય કેન્દ્ર પાછળ બોરડી શેરી, લિંબાયત ઝોનમાં મહાપ્રભુનગર બેઠી કોલોની ખટોદરા, વરાછા ઝોનમાં ટાંકલી ફળીયા શાકમાર્કેટ, સરથાણા ઝોનમાં લક્ષ્મણનગર-કાપોદ્રા, કતારગામ ઝોનમાં લલિતા ચોકડી પાસે કાંતારેશ્વર સોસાયટી વિસ્તાર અને ઉધના ઝોનમાં કલ્યાણ કુટિર, આર્શિવાદ ટાઉનશીપ-01, હરીઓમનગર પાસે મીટિંગ કરી લોકોને જાગૃતતાના ફેલાવાનું કાર્ય કરાવવામાં આવ્યું.
આ પણ વાંચો : સુરતમાં હવે રાંદેર-અડાજણ ઝોનમાં તંત્રની પરેશાની વધી, સેન્ટ્રલ અને ઉધના ઝોન કરતાં પણ કેસોની સંંખ્યા વધી
હાલમાં, રાજય સરકારે કોમ્યુનીટી મેડિસિનના વિદ્વાનોની સુરતમાં ઉતારેલી ટીમ દ્વારા દરેક વિસ્તારના ડેટા ભેગા કરીને તેના પર એપીડેમીઓલોજીકલ અને ટેકનિકલ અભ્યાસ કરવામાં આવશે. આ પરિમાણોને જોતા સંક્રમણ રોકવાના જરૂરી પગલાં અંગે સૂચનો કરશે. આ તમામ કાર્યવાહી પર નિરીક્ષણ બ્રિફીંગ અગ્રસચીવ કરશે.
