સુરતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સખ્યામા વધારો થઇ રહ્યો છે. આજે ત્રણ નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેને લઇ તંત્ર દ્વારા સંયુક્ત રૂપે લોકડાઉન તથા સોશિયલ ડિસ્ટન્સિંગને વધુ કડક બનાવવા માટેïનો નિર્ણયો તાત્કાલિક અસરથી અમલી બનાવવાની ફરજ પડી છે. મનપા કમિશ્નરે સોશિયલ ડિસ્ટન્સની અવગણના કરનાર લોકોને ચેતવણી આપી દીધી છે.
સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તેની પાસે ૧૦૦ રૂ. દંડ

મનપા કમિશનર દ્વારા એપેડેમિક ડિઝિસ એક્ટ અંતર્ગત બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે, કે બહાર ખરીદી કરવા નીકળનાર વ્યક્તિ જો સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો ૧૦૦ રૂ. દંડ વસુલવામાં આવશે. તેમજ માસ્ક નહીં પહેરનાર સામે પણ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવશે.
સુરત બીજા તબક્કામાં પ્રવેશ્યું
મનપા કમિ. પાનીએ જણાવ્યું કે , સુરત હવે બીજા તબક્કામાં પ્રવેશી ગયું છે. લોકોની નાનકડી ભૂલ, બેદરકારીનું મોટું પરિણામ સમગ્ર શહેરને ભોગવવું પડી શકે છે. છેલ્લા ચાર પોઝિટિવ કેસો લોકલ ટ્રાન્સમિશન સંલગ્ન છે. આવતીકાલથી સુરતમાં રાઉન્ડ ધ ક્લોક શહેરની ખુલ્લી દુકાનોની આસપાસ સર્વે કરવામાં આવશે અને કાયદાનો ભંગ કરનારાઓ પાસે દંડ વસુલવામાં આવશે.
આ પણ વાંચો : કોરોના વાયરસ : ભારતમાં આગલા બે મહિનામાં આ વસ્તુઓની જરૂરત પડશે
