28મી ફેબ્રુઆરીએ સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ન મળે એવી નોટિસ જાહેર કરાઈ છે. વરાછા વિસ્તારમા આવેલ સુર્યપુર સૂર્યપુર ગરનાળાથી વૈશાલી હેલ્થ સેન્ટર સુધીની 55 વર્ષ જુની પાણીની લાઇન બદલવાની હોવાને કારણે પાણી બિલકુલ નહિ મળી શકે તેમ જણાવવામાં આવ્યું છે. જ્યારે 29મીએ ઓછા પ્રેસરથી મળે તેવી શક્યતાઓ વ્યક્તે કરવામાં આવી રહી હોવાથી આ અંગેની જાણ સાથે નોંધ લેવા શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
શહેરના આ વિસ્તારોમાં રહેશે પાણી બંધ
શહેરના સેન્ટ્રલ ઝોન ,સહિત સિંગણપોર, ડુમસ , સુલતાનાબાદ, વેસુ, ઉમરવાડા, ઉધના, પાંડેસરા, પાર્લે પોઇન્ટ, ડભોલી, અલથાણ સહિતનાં વિસ્તારોમાં પાણી આપવામાં આવશે નહિ. જેને લઇ અસરગ્રસ્ત વિસ્તારનાં લોકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવાની મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.
વર્ષ 1969માં નાંખવામાં આવેલી નળીકા જર્જરિત
અંદાજીત વર્ષ 1969માં નાંખવામાં આવેલી નળીકા જર્જરિત થઇ ગઇ છે. જેના કારણે પાઇપ લાઈન બદલવાની હોવાથી તારીખ 27મી ફેબ્રુઆરીના રોજ ના રોજ રાતે 11થી 29ના સવારે 5 કલાક દરમ્યાન હાઇડ્રોલિક વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
આ પાણીની લાઈન દ્વારા ઉમરવાડા, મગોબ-ડુંભાલ, આંજણા, ભાઠેના, આંજણા ટેનામેન્ટ, ખટોદરા, ઉધના, પાંડેસરા, ભેદવાડ, ઉધના ચીકુવાડી, ઉધના સંઘ, અઠવાગેટ, મજુરા, પાર્લે પોઇન્ટ, ઘોડદોડ રોડ, સીટીલાઇટ, અલથાણ, પનાસ, ભટરા રોડ, ઉધના-મગદલ્લા રોડ, હળપતિ આવાસ, કતારગામ, વેડરોડ, ડભોલી અને સિંગણપોર સહિતનાં અન્ય વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે.
