નદીઓના પાણી ફક્ત શરીરમા વહેતા નથી પરંતુ “જીવન આપે” છે. તેથી જ તેમને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આપણી નદીઓમાં કચરો માત્ર આંખની દ્રષ્ટિ જોઇ શકે તે પુરતો નથી. તેનાં કરતાં પણ વધુ છે અને તે આપણા પીવાના પાણીને દૂષિત કરે છે અને પ્રકૃતિને પણ નુકશાન કરે છે. દર વર્ષે આપણા રાષ્ટ્રની નદીઓ અને પ્રવાહોમાં લાખો ટન કચરો ઠાલવવામા આવે છે.
જેને જોતા 14 જુલાઇ, 2019 ના રોજ નવાડી ઓવારા,નાનપુરા ખાતે તાપી નદી ની સફાઇ યોજના ONGC હજીરા પ્લાન્ટ અને આર્ટ ઓફ લિવિંગ દ્વારા કરવામાં આવી હતી. ‘સ્વસ્થ પખવાડા’ કાર્યક્રમ ONGC હજીરાના CSR ડિપાર્ટમેન્ટ દ્વારા 1 જુલાઈથી 15 જુલાઈ સુધી પોતાના કાર્ય વિસ્તાર માં ઉજવવામાં આવ્યો હતો.
ONGC હજીરા ઇન્ટરનેશનલ એસોસિયેશને અને આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશને એક સંસ્થા માટે શ્રમદાનમાં આશરે 300 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. જેના માટે બે JCB સમગ્ર દિવસ દરમિયાન કામ પર હતા. લગભગ 20 થી 25 ટન કચરાના પાંચ ટ્રક ભરીને નદીમાંથી એકઠો કરવામાં આવ્યો હતો અને તે તમામ કચરાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને તેની ડમ્પિંગ સાઇટ ડીપાર્ટમેન્ટને સોંપવામા આવ્યો હતો.
