સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડા બાદ હવે ફરી વધારો નોંધાઈ રહ્યો છે. આ મુશ્કિલ પરિસ્થિતિમાં દર્દીઓને રક્તની અછતને પહોંચી વળવા સુરત પોલીસ કમિશનર અજય તોમર સહિત 32 પોલીસ કર્મીઓએ રકતદાન કર્યું છે. જેનું આયોજન સુરતની સ્મિમેર હોસ્પિટલની બ્લડ બેંકે કર્યું હતું. આ કેમ્પ પાર્લેપોઈન્ટ પર અંબિકા નિકેતન મંદિર ખાતે યોજાયો હતો.

જેમાં પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે સુરતમાં વધુમાં વધુ રક્તદાન કેમ્પ થાય તે જરૂરી છે. આ કેમ્પનો ઉદેશ્ય શહેરના નાગરિકોને રક્તદાન કરવાની પ્રેરણા આપવાનો છે.
આ પણ વાંચો : સુરતમાં કુરિયર અને ફૂડ ડિલિવરી કરતા 6 કર્મચારી કોરોનાગ્રસ્ત
અધિક પોલીસ કમિશન શરદ સીંઘલ, નાયબ પોલીસ કમિશનર જે.એન.દેસાઈ, પોલીસ ઈન્સપેક્ટર અંકિત સોમૈયા તથા અન્ય પોલીસ કર્મીઓએ રકતદાન કર્યું હતું.
