ગુજરાતના સુરતમાં આવેલા ફાર્મ હાઉસ પર કરવામાં આવેલ રેડ દરમિયાન નશાની હાલતમાં 17 મહિલાઓ સહિત 50 લોકોને પકડવામાં આવ્યા છે. પોલીસને સૂચના મળી હતી કે, સુરતના ડુમસ રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી ચાલી રહી છે.

ત્યારબાદ પોલીસે રેડ પાડી હતી. પોલીસે તે સ્થળ પરથી 50 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા તમામ લોકોનો મેડિકલ તપાસ કરવામાં આવ્યો. જેમાં દરેક લોકોમાંથી આલ્કોહોલની માત્ર મળી આવી હતી.

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાનો કાયદો છે. પોલીસે દરેકની ધરપકડ કરી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. દરોડામાં પોલીસે ફાર્મ હાઉસ પાસેથી સાત હજારથી વધુની વિદેશી દારૂ અને 13 ફોર વ્હીલર કબજે કરી હતી. જ્યારે, લોકોના પરિવારજનોને જાણ કરવામાં આવી અને તેમને ડુમસ પોલીસ સ્ટેશન બોલવામાં આવ્યા હતા. પરિવારજનો પોલીસ સ્ટેશન આવીને ત્યાં રડવા લાગ્યા હતા.

યુવતીઓને નોટિસ આપ્યા બાદ છોડી દેવામાં આવી
29 ફેબ્રુઆરીએ આશીર્વાદ ફાર્મ પર એક લીપ યરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા તમામ યુવક-યુવતી સુખી પરિવારના હોવાનું સામે આવ્યું છે. લીપ યરની પાર્ટી દરમિયાન દરેક લોકો નશાની સ્થિતિમાં જોવા મળ્યા હતા. પોલીસે બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા તપાસ પણ કરી જેમાં, તમામ લોકો દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે ફાર્મ હાઉસમાંથી ત્રણ પેટી બિઅર અને વોડકાની બોટલો મળી આવી હતી. ફાર્મ હાઉસમાં ફૂડ કાઉન્ટરો પર દારૂ મૂકવામાં આવી હતી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. યુવતીઓને નોટિસ આપ્યા બાદ છોડી દેવામાં આવી છે.

