આવતી કાલે 23 જાન્યુઆરીના રોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું કમિશનર બંછાનિધી પાનીએ 2020-21નું 6003 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. બજેટ અંગે બંછાનિધી પાનીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, સ્માર્ટ સિટી સુરત દુનિયામાં સૌથી ઝડપી વિકાસ સાધી રહ્યું છે. આ બજેટ વાસ્તવલક્ષી બજેટ છે. શહેરને કચરાથી મુક્ત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

બજેટમાં શહેરમાં જાહેર પરિવહનની યોજનાને પ્રોત્સાહન આપવા માટે મ્યુનિ. તંત્રએ સરલ કાર્ડની જાહેરાત કરી છે. જેમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરતા સુરતીઓ વર્ષમાં એક વાર પૈસા ભરી ને આખુ વર્ષ સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકાશે. જેના માટે સુરત મની કાર્ડ ધરાવનારાએ વર્ષના સાત હજાર રૃપિયાની પહેલા ચુકવણી કરવી પડશે. જ્યારે મહિલા કે સિનિયર સિટીઝને વાર્ષિક પાંચ હજાર અને વિદ્યાર્થી કે દિવ્યાંગે વાર્ષિક ચાર હજાર રૂપિયાની ચુકવણી કરવી પડશે.
