સુરત સુમુલ ડેરી(Surat Sumul Dairy) ફરી ભ્રષ્ટાચારને લઇ વિવાદમાં ફસાઈ છે. સુમુલના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલે(Maansingh Patel) હાલના ચેરમેન રાજુ પાઠક(Raju Pathak) પર ભ્રષ્ટાચાર(Corruption)નો આરોપ લગાવ્યો છે રાજૂ પાઠક પર એક હજાર કરોડની લોન, મધમાખી ઉછેર, ડિવાઇન ગીર ગાય સંવર્ધન પ્રોજેક્ટ, સરગવા સિંગ, દાણ પ્રોજેક્ટ, બેકરી પ્રોડક્ટ સહિતના પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ(Investment) કરી ખોટ કરાવી હોવાના આરોપો લગાવ્યા છે. જેને લઇ સર્કિટ હાઉસ(circuit house)માં મહત્વની બેઠક મળી હતી.
રાજુ પાઠકે તમામ આરોપો ફગાવ્યા
સુમુલ ડેરીના સંચાલકોએ કૌભાંડ કરી પશુપાલકોને ભાવ ફેરના 2 કરોડ 17 લાખ ન ચૂકવ્યાં હોવાનો આરોપ લગાવ્યો છે. સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલે એક હજાર કરોડની લોન, મધમાખી ઉછેરમાં કૌભાંડ, ડિવાઇન ગીર ગાય સંવર્ધન પ્રોજેક્ટ, સરગવા સિંગમાં કૌભાંડ, દાણ પ્રોજેક્ટ, બેકરી પ્રોડક્ટ સહિતના પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ કરી ખોટ કરાવી હોવાના આક્ષેપો કર્યા છે. સાથે જ તેમણે 4 વર્ષમાં નવા પ્રોજેક્ટો કરી લોનનું ભારણ એક હજાર કરોડ થયું હોવાનું જણાવ્યું. તેમના મુજબ ચાર વર્ષમાં લોનનું વ્યાજ 2.25 કરોડનું થયું. પશુ પાલકોને તત્કાલિક ભાવ ફેરની રકમ આપવાની માગ કરી છે.
રાજુ પાઠકે તમામ આક્ષેપો ફગાવ્યો
તો બીજી તરફ ડેરીના વર્તમાન ચેરમેને તમામ આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે ડેરીની ચૂંટણીને લઇ ખોટા આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે.તમામ આરોપ પાયા વિહોણા છે. રાજુ પાઠકે જણાવ્યું પૂર્વ ચેરમેને ખાંડ અને ભંગાર વેચાણમાં કૌભાંડ કર્યો હતો. જે અંગે જિલ્લા કોંગ્રેસની ભષ્ટાચારને લઈને SITની રચના કરી તપાસની માગ કરી છે. જે મામલે ગણપત વસાવા, ઈશ્વર પરમાર, સી.આર.પાટીલ સહિતના નેતાઓની સર્કિટ હાઉસમાં બેઠક મળી હતી. આ બેઠકમાં રાજૂ પાઠક અને માનસિંહ પટેલના જૂથના વિવાદમાં સમાધાન પ્રક્રિયા હાથ ધરાશે.
આ પણ વાંચો : સતત 21માં દિવસે વધારો, જાણો ગુજરાતમાં કેટલી થઇ પેટ્રોલ-ડીઝલની કિંમત
