સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવેલા તક્ષશિલા આર્કેડના અગ્નિકાંડ કેસમાં સુરત ક્રાઈમબ્રાંચે 11 આરોપીઓ વિરૂધ્ધ 4721 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેની સાથે જ કમિશ્નરે તમામ 22 મૃતકોના પરિવારને ન્યાય મળશે તેની પણ વાત કરી છે.
24 મેના રોજ ઘટના બન્યા બાદથી ક્રાઈમબ્રાંચ દ્વારા કલાસના સંચાલકથી લઈને બિલ્ડર, પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ અને જીઈબીના અધિકારીઓ સહિત કુલ 11 આરોપીઓ દર્શાવ્યાં છે. આ કેસમાં કુલ 251 લોકોને સાક્ષી તરીકે લઈને દળદાર 4721 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, હજુ ધરપકડનો દોર ચાલુ રહેશે. 60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે તે નિયમ અનુસાર સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી છે. વોન્ટેડ આરોપી ભાગેડુ જાહેર કરવાની કામગીરી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ત્રણ આરોપીઓને ભાગેડુ દર્શાવ્યાં છે.
સુરત કમિશ્નરે સતિષ શર્માએ જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટના હતી. 22 માસૂમોના મોત થયા હતાં. અમે આ મૃતકોને ન્યાય અપાવવા માટે તત્પર છીએ. જેના માટે બારીકાઈપૂર્વક તપાસ કરી છે.
સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં ક્રાઇમબ્રાંચે ડ્રોઇંગ કલાસીસના સંચાલક ભાગર્વ મનસુખ બુટાણી, હરસુખ કાનજી વેકરીયા, જીગ્નેશ સવજી પાઘડાળ, જીગ્નેશના પિતા સવજી પાઘડાળ, બિલ્ડર રવિન્દ્ર ઘનશ્યામ કહાર, ની ધરપકડ થઇ છે.
સાથે આ તરફ પાલિકાના કાર્યપાલક ઈજનેર પરાગ મુનશી, જયેશ સોલંકી, ફાયર બ્રિગેડના એસ.કે આચાર્ય અને કિર્તી મોઢ ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર, ડીજીવીસીએલના નાયબ ઈજનેર દિપક ઈશ્વરલાલ નાયકની ધરપકડ કરવામાં આવી છે. તો વોન્ટેડ આરોપીઓ અતુલકુમાર વિનોદરાય ગોરસાવાલા, હિમાંશુ એચ.ગજ્જર અને દિનેશભાઈ કાનજીભાઈ વેકરીયા નામ જાહેર કરેલા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.