સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. એક દિવસમાં 300 નજીક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે પાલિકાએ સુપર સ્પ્રેડરો શોધવાની કામગીરી હાથ ધરી છે. જેમાં ટેક્સ્ટાઇલ માર્કર સુપર સ્પ્રેડરોનું વેન્યુ બનતા મ્યુનિ. તંત્રની ચિંતામાં વધારો થયો છે.
મંગળાવરે પાલિકાએ કરેલ ચેકિંગમાં ટેક્સ્ટાઇલ માર્કેટ માંથી 24 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો અન્ય ઝોનમા પોઝિટિવ દર્દીની કેસ હિસ્ટ્રીમાં તેઓ ટેક્ષટાઈલ માર્કેટ સાથે સંકળાયેલા કે મુલાકાત લીધી હોય તેવું બહાર આવી રહ્યું છે. જે માટે પાલિકાએ માર્કેટ નહિ જવા અથવા વધુ તકેદારી રાખવા અપીલ કરી હતી.

પાલિકાએ બનાવેલ નિયમોનું નથી પાલન
- પાલિકાએ નિયમોનું પાલન કરાવવા બનાવી છે ટેક્ષટાઈલ માર્કેટમાં સુરક્ષા કવચ કમિટિ, પરંતુ નથી થતો પુરતો અમલ
- માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવના કારણે સંક્રમણમાં વધારો
- પહેલાં કોરોનાને કેસ મળે તો આખી માર્કેટ બંધ કરાવાતી હતી પરંતુ હવે એકાદ બે દુકાનો જ બંધ થતી હોવાથી સંક્રમણમાં વધારો
આ પણ વાંચો : સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી ફરજમાં જોડાયા
ટેક્સ્ટાઇલ માર્કેટ બન્યું સુપર સ્પ્રેડીંગ વેન્યુ

મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પહેલાં મ્યુનિ.સુપર સ્પ્રેડર્સ શોધીને તેઓના ટેસ્ટ કરતી હતી. હવે સુપર સ્પ્રેડીંગ વેન્યુ શોધી તેમાં પગલાં ભરવાની કામગીરી કરી રહી છે. હાલ સુરતની ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તાર સુપર સ્પ્રેડીંગ વેન્યુ બની ગયાં છે. માર્કેટ વિસ્તારમાં જવું પડે તે અનિવાર્ય હોય તો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ અચુક કરવો તેવી તાકીદ કરી છે. પાલિકા કમિશનરે નિયમોનું ચુસ્તપણે અમલ કરવા તથા સુરક્ષા કવચ કમિટિએ કામગીરી કરવા માટેની સુચના આપી છે. નિયમોનો ભંગ કરનારા સામે આકરાં પગલાં ભરાશે તેવી ચીમકી આપી છે.
આ પણ વાંચો : રાજ્યમાં ચોમાસુ વિદાઈ લેવાની તૈયારીમાં, હજુ આટલા દિવસ થશે વરસાદ
