હાલ રાજ્યમાં લોકડાઉન-4 માં સરકાર છૂટછાટ આપવામાં આવી છે. દુકાનો ખોલવાની પણ મંજૂરી આપી છે. ત્યારે સાંજે 7થી 7 બધું બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આવા સમયે સુરત શહેરમાં તસ્કરો પણ સક્રિય થયા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો જોકે દુકાનમાં રોકડ નહિ મળતા। તસ્કરો હોઝિયરી દુકાનમાં માંથી અંડરવેર-બનિયાનનાં 250 બોક્ષ ચોરી કરી ભાગી છૂટ્યાં હતા.
શું છે સમગ્ર ઘટના
મૂળ રાજસ્થાનના વતની અને હાલ ઉધના રોડ નં 3 પર આવેલા શિવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.104 માં રહેતા 38 વર્ષીય કાલુરામ રાયમજી પ્રજાપતિ એપાર્ટમેન્ટના જ નીચે સાવરીયા હોઝીયરીïના નામે દુકાન ધરાવે છે. ગત 16 થી 17 ની રાત્રી દરમિયાન તસ્કરોએ દુકાનનું શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યો હતો. તેઓ દુકાનમાં રહેલ અંડરવેર-બનીયાનના 250 બોક્ષ ચોરી કરી ભાગી છૂટ્યાં હતા. દુકાનમાં કુલ 1,62 લાખની ચોરી થઇ હતી જેને લઇને તેમણે ઉધના પોલીસ મથકે દોડી જઈ અને અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
કાનમાં ચોરી જાણ થતા જ રાકેશે પોતાના ભાઈ કાલુરામને જાણકારી આપી હતી. જાણકરી મળતા કાલુરામ તાત્ત્કાલિક રાજેસ્થાનથી વતન સુરત આવી પહોંચ્યો હતો અને દુકાન પહોંચીને તપાસ કરતા દુકાનમાંથી રૂપિયા 1.62 લાખનો માલ ચોરાઈ ગયાનું માલુમ પડતા તાત્કાલિક ઉધના પોલીસ મથકે દોડીઆ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો : સાવધાન!! 2.91 ભારતીય લોકોના પર્સનલ ડેટા લીક થયા, આ બધી ડીટેલ સામેલ
