હાલમાં જ દિલ્હીમાં બાબાના ધાબાના દંપતીનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરસ કરી મદદ માંગી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા સેલિબ્રિટીઓ પણ બાબા કે ધાબાની મદદ માટે પહોંચ્યા હતા. બાબા કા ધાબાને જે રીતે ફેમસ કરી સોશિયલ મીડિયાએ મદદ કરી છે એવી જ રીતે સુરતના યુવાનોએ પણ જરૂરિયાતમંદોની મદદ માટે કેમ્પેઇન શરુ કર્યો છે.

ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કુલના ગેટ પાસે ફૂટપાથ એક પ્રજ્ઞાચક્ષુ નાનકડું કાઉન્ટર લઈને ખાખરા, પાપડ, વેફર્સ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

તેમની મદદ માટે સુરતના યુવાનો સામે આવ્યા છે અને સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરી તેઓની મદદ માટે લોકોને અપીલ કરી રહ્યા છે.

આ પ્રજ્ઞાચક્ષુ યુવકની મદદ કરવા માટે સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી રહ્યા છે. યુઝરો સંખ્યાબંધ ફોટા શેર કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે બાબા કા ધાબાની જેમ જ આ પ્રજ્ઞાચક્ષુ યુવકને પણ સારી કમાણી કરવામાં મદદ કરીએ.

આ યુવક આંખે જોઈ નથી શકતો પરંતુ તે પોતાની મહેનતથી સામાન વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે યુઝર ફોટોના વધુમાં વધુ વાયરલ કરી યુવકને બે સમયનું ભોજન મળી રહે માટે તેમને મદદ કરીવા લોકોને અપીલ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : રાજ્યની યુનિવર્સિટીઓનું નવું એકેડમીક કેલેન્ડર જાહેર, આટલા જ દિવસનું હશે દિવાળી વેકેશન
