સૂરત શહેરમાં ગત રોજ એક વ્યક્તિએ સવારથી એક જ જગ્યાએ બેસી રહેલી મહિલાને પુછપરછ કરતા તેને કઈ જવાબ ન આપ્યો હતો. જેથી તે વ્યક્તિએ અજાણી મહિલાને મદદ કરવા માટે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જાણકારી આપી હતી. તમામ જાણકારી મેળવીને ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન જણાવેલા સ્થળે પહોંચી હતી. ત્યારબાદ તે મહિલા સાથે શાંતિથી વાતચીત કરી હતી.

અભયમની ટીમને મહિલા પાસે રહેલી થેલીમાંથી કેટલાક મોબાઈલ નંબર મળી આવ્યા. જેમાંથી એક નંબર મહિલાના સંબંધીને લાગ્યો. સંબંધી પાસેથી મહિલાના પતિની જાણકારી મળી હતી. મહિલાના પતિએ અભયમ ટીમને મહિલાની પત્નીની મનોસ્થિતિ સારી ન હોવાનું જણાવ્યું હતું. જેથી તે સેલવાસ ખાતેથી થોડા સમય પહેલા ઘરેથી નીકળી ગઈ હતી.
આ પણ વાંચો : નવસારી, બારડોલીનો વિકાસ હવે કૂદકે ને ભૂસકે
આ વિશેની પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હોવાનું જણાવ્યું. પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક દિવસથી અમે તેમની શોધખોળ કરીએ છીએ. મોડી રાતે તેમના પતિ સુરત આવી પહોચતા તેમના પત્ની સોંપવામાં આવ્યા હતા. પતિએ અભયમ ટીમનો અભાર માન્યો હતો.
