સુરત માટે નીરવ શાહ માત્ર એક રાજકીય નેતા નથી પણ તેઓ મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ આગાળ વધીને કામ કરતાં હોય છે. તાજેતરમાં સુરતના ડેપ્યુટી મેયર અને વરિષ્ઠ નેતા એવા નીરવ શાહે ગુજરાતની 4000 છોકરીઓને સેનિટરી નેપકિનની મદદ આપી છે. જેના માટે ટીમેક્સ, શિરાઝ ગાંધી અને 58 જેટલી સંસ્થાઓ તેમના આ અનોખા કામમાં મદદ કરી હતી.
હજી દેશની એવી મહિલાઓ છે જે પોતાના સ્વાસ્થ્ય માટે સેનિટરી નેપકિનનો ઉપયોગ કરતી નથી. તેમના માટે નીરવ શાહ અને તેમની ટીમ સાથે મળીને કામ કરી રહી છે. ગરીબ ઘરની અને રોજનું રોજ કામ કરતી મહિલાઓ અને છોકરીઓને માસિક સ્રાવ દરમિયાન ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. શાળાએ જતી છોકરીઓનને સ્કુલમાંથી સેનિટરી નેપકિન મળી રહે છે પણ હાલમાં શાળાઓ બંધ છે તે સ્થિતિમાં નીરવભાઈને વિઝનથી રાજ્યની છોકરીઓના સ્વાસ્થ્યનો વિચાર કરી તેમના માટે તેઓ આગળ આવ્યા છે.
સેનિટરી નેપકિનના અંગે ક્યારેક કોઇ લોકો વાત નથી કરતાં ત્યારે મહિલાઓ અને છોકરીઓના માસિક સંબંધિત વિચાર કરી લાઇવ ટુ ઇન્સાપયરના સહયોગથી તાત્કાલિક રાહત આપવાનું કામ કરવામાં આવ્યું છે. આ સાથે મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય માટે પણ જાગૃત કરવાનો તેમનો ઉદ્દેશ્ય રહ્યો છે. જેથી મહિલા સારા સમાજનું ઘડતર કરી શકે.
અત્રે નોંધનીય છેકે કોવિડ-19 ના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. તેમાં પણ ગરીબ, પ્રવાસી અને રોજનું રોજ કામ કરીને ઘર ચલાવતા લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. જેમાં મહિલાઓને માસિક સ્રાવ અને તેમના સ્વાસ્થ્ય અંગેની વિશેષ ચિંતા કરવી વધુ મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં તેમના માટે નીરવ શાહ અને તેમની ટીમ ઉત્તમ કામ કરી રહી છે.
નીરવ શાહે કોરોનાકાળ દરમિયાન 5000થી વધુ લોકોને મફત તુલસીના ડ્રોપ આપવાનું કામ કર્યું હતું. જેના દ્વારા તેમને સારા એન્ટી ઓક્સિડેન્ટના ગુણો હોય છે. જેનાથી પણ લોકોની ઇમ્યુનિટિ વધારી શકાય છે. તે ઉપરાંત પણ સમાજ ઉપયોગી ઘણાં કામ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP