ઉકાઈ ડેમની સપાટી 344.08 પર પહોંચી ગઈ છે અને ભયનજક સપાટી 345 ફૂટ હોવાથી પાણીની આવક પર નજર રાખવામાં આવી રહી છે.
ડેમના ઉપરવાસમાં 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. અને હથનુર ડેમમાંથી 44 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. જેથી ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. આજે સવારે 96 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે હાલ 74 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક સામે સવારે 79 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જ્યારે હાલ 22 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને લઇ ઉકાઈ ડેમની સપાટી 343.91 ફૂટ થી 344.08 પર પહોંચી ગઈ છે
ઉકાઇ ડેમ સંપૂર્ણ ભરાવા નજીક હોવાથી તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે, સામાન્ય છુટાછવાયો વરસાદને ડેમમાં સતત પાણીનો વધારો થઇ રહ્યો છે.
